રાયસભા સાંસદ રામભાઈ મોકરિયાએ લાંચ આપી છે તેવું ખુલ્લેઆમ કહેતા કોંગ્રેસ આગેવાનોએ તેની સામે કડક કાર્યવાહી કરવા માગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ભય, ભૂખ અને ભ્રષ્ટ્રાચાર મુકત શાસનનો કાલ આપી શાસનની ધુરા સંભાળનાર ભાજપના રાજમાં ભ્રષ્ટ્રાચારએ શિષ્ટ્રાચાર બની ગયો છે સરકારી કચેરીઓ લાંચીયા અને ભ્રષ્ટ્ર અધિકારીઓના અડ્ડાઓ બની ચુક છે. અને હાલ રાયમાં નિયમિત બે ગુનાઓ લાંચિયા અને ભ્રષ્ટ્ર અધિકારીઓ પર બની રહ્યા છે. તેવું રાય સરકારના ચોપડે નોંધાયેલું છે. ત્યારે લાંચની બદીને પગલે લોકોએ જાન ગુમાવવા પડે તેવું પણ રાજકોટના ગેમઝોનમાં બનવા પામેલ છે.રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસમાં લાયસન્સ શાખામાં અને રાજકોટ મહાનગરપાલિકામાં ફાયરનું એનઓસી લેવામાં વ્યાપક પણે ભ્રષ્ટ્રાચાર ચાલી રહ્યો છે અને આ ભ્રષ્ટ્રાચારને પગલે રાજકોટમાં ગેમ ઝોનની અિ કુંડમાં ૨૭ લોકોએ પોતાના પરિવાર સાથે જાન ગુમાવ્યા હોવાનું સરકારી તંત્રના રેકર્ડ પરથી ફલિત થાય છે. અને જે પગલે રાજકોટ મહાનગરપાલિકાના અને પોલીસ વિભાગના જે કોઈ કર્મચારી કે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તે તમામની માલ–મિલકતોની ચકાસણી કરવામાં આવે અને જાહેર જનતા સમક્ષ મુકવામાં આવે અને વધુ મિલકતો જણાયે આવા લાંચિયા અને ભ્રષ્ટ્ર અધિકારીઓ સામે તાત્કાલિક એન્ટીકરપ્શન બ્યુરોમાં ગુનો નોંધવામાં આવે. જેની ધરપકડો અટકાયતો કરવામાં આવી છે અને સસ્પેન્ડ થયેલા તમામ અધિકારીઓના કોલ ડીટેલ મંગાવી કયા પ્રકારે કેટલો વહીવટ કર્યેા છે તેની તપાસ કરવી જોઈએ.રાય સભાના સાંસદ અને ગુજરાતના પૂર્વ નાણામંત્રી, પૂર્વ રાયપાલ દ્રારા જણાવવામાં આવ્યું છે કે લાયસન્સ માટે વહેવાર કરવો પડે છે. અને વહીવટ વગર રાજકોટ મહાનગરપાલિકામાં કોઈ કામ થતા નથી ૭૦,૦૦૦ના પગારમાં ૪૦૦થી ૫૦૦ કરોડની પ્રોપર્ટી આવે કયાંથી? સાંસદે તો પોતે ફાયર સેફટી અંગે લાંચ આપી હોવાના સમાચારો સોશ્યલ મિડિયામાં અને રાજકોટના વર્તમાનપત્રોમાં પ્રસિધ્ધ થાય છે. ત્યારે આ બાબતે લાંચ આપવી અને લાંચ લેવીએ ગુનો બનતો હોય તો રાયસભાના સાંસદ પર ગુનો દાખલ કરવા કોંગ્રેસ આગેવાનોએ માગ કરી હતી.
ગુજરાત સરકારના પરિપત્ર મુજબ રાજકોટ મહાનગરપાલિકાના વર્ગ–૧થી ૪ના કર્મચારીઓ અને તમામ સરકારી કર્મચારીઓએ જાન્યુઆરીથી ડિસેમ્બર કેલેન્ડર વર્ષ દરમિયાન પોતાની મિલકતો જાહેર કરવી ફરજીયાત હોવા છતાં જાહેર કરવામાં આવતી નથી. સરકારી નિયમોને ઘોળીને પી જનારા સરકારી બાબુઓની સામે સખ્તાઈ પગલાં ભરવા રાજકોટ શહેરના કોંગ્રેસ આગેવાનોએ માગ કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech