અમરેલી જિલ્લાના 113 લિસ્ટેડ ગુનેગારોનું લિસ્ટ તૈયાર: આઠના ઘરેથી ગેરકાયદે વીજ જોડાણ ઝડપાયા

  • March 19, 2025 10:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજ્યમાં વધતી ગુનાખોરીના વરવા દ્રશ્યો સામે આવ્યા બાદ રાજ્યનું ગૃહ મંત્રાલય જાગ્યું છે અને પોલીસ વિભાગને ગુંડા તત્વોને ભો માં ભંડારી દેવા માટે ની ઉચ્ચકક્ષાએથી આપવામાં આવેલી સૂચના બાદ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાય, લોકોમાં સુરક્ષા અને સલામતી અનુભવાય તથા સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રના માધ્યમથી અસામાજીક ગુંડા તત્વો વિરૂધ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી થાય. જે અન્વયે ૧૦૦ કલાકની અંદર રાજયના દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજીક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા અને આવા અસામાજીક તત્વો વિરૂધ્ધ કાયદાયકીય પગલા લેવા સુચના આપવામાં આવેલ હોય, અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતએ અમરેલી જિલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ/જુગાર, શરીર સબંધી, મિલકત સબંધી, ગેરકાયદેસર માઇનીંગ તેમજ અન્ય વારંવાર ગુનાઓ કરતા કુલ ૧૧૩ શખસોની યાદી તૈયાર કરવામાં આવેલ હોય અને આ શખસોના ગેરકાયદેસર બાંધકામ, સરકારી જમીન ઉપર દબાણ, ગેરકાયદેસર વીજ જોડાણ, ગેરકાયદેસર નાણાકીય વ્યવહાર, અગાઉના ગુનાઓમાં મળેલા જામીન બાદ આચરેલ ગુનાઓ મળ્યેથી જામીન રદ્દની કાર્યવાહી, ભાડુઆત અંગેના રજીસ્ટ્રેશન ન કરવામાં આવ્યા હોય તો કાયદેસરની કાર્યવાહી તેમજ પાસા અને તડીયાર અંગેના પગલા લેવા અમરેલી જિલ્લા પોલીસને સુચના આપવામાં આવી હતી.

જેના અનુસંધાને નાગેશ્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજીક પ્રવૃતિ કરતા શખસો વિરૂધ્ધ નાગેશ્રી પોલીસ મથકના પીએસઆઈ પી.બી.ચાવડા થતા ટિમ દ્વારા તથા પી.જી.વી.સી.એલ. પોલીસ સ્ટેશન અમરેલી ટીમ અને પી.જી.વી.સી.એલ.ના કર્મચારીઓને સાથે રાખી લાખા દાનાભાઇ પરમાર (રહે.ધોળાદ્રી, તા.જાફરાબાદ), પ્રેમજી ઉર્ફે પ્રવિણ સોમાભાઇ જોગદીયા (રહે. મોટા માણસા, તા.જાફરાબાદ), અબ્બાસ અબુભાઇ સોરા (રહે.ટીંબી, તા.જાફરાબાદ) તેમજ રાજુલા પોલીસ સ્ટેશનના પીઆઇ એ.ડી.ચાવડા અને ટિમ દ્વારા રણજીત માણકુભાઇ વાળા (રહે.રાજુલા, ગોકુળનગર, કોહીનુર હોટેલની સામે), જીતુ ઉર્ફે ગોબર પરશોતમભાઇ સોલંકી (રહે.રાજુલા, મફતપરા વિસ્તાર), દિપક ઉર્ફે દીપ ભરતભાઇ ધાખડા (રહે.રાજુલા મફતપરા વિસ્તાર), રવી શાંતિ ભાઇ ચૌહાણ (રહે.રાજુલા, તત્વજ્યોતિ વિસ્તાર), ચેતન વાજસુરભાઇ ભુવા (રહે.રાજુલા, સવિતાનગર)ના મકાનમા ગેરકાયદેસર વીજ જોડાણ અંગે તપાસ કરતા ગેરકાયદેસર વીજ જોડાણ મળતા તેના વિરૂધ્ધ ગુજરાત ઇલેકટ્રીકસીટી એકટ કલમ ૧૩૫ મુજબ ગુનાઓ દાખલ કરાવવામાં આવેલ છે. ગેરકાયદેસર વીજ જોડાણ મળી આવતા તેના વિરૂધ્ધ ગુજરાત ઇલેકટ્રીકસીટી એકટ કલમ ૧૩૫ મુજબ ગુનાઓ દાખલ કરાવવામાં આવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application