સૌરાષ્ટ્રમાં મેઘરાજા ચોથો રાઉન્ડ વરસાવી રહ્યા છે ત્યારે રાજકોટમાં ગત રાત્રે હળવા ઝાપટા વરસતા ઝોનવાઇઝ બે મીમીથી પાંચ મીમી જેવો સામાન્ય વરસાદ નોંધાયો હતો, આ સાથે રાજકોટ શહેરનો મોસમનો કુલ વરસાદ 54 ઇંચ થયો છે.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાના ફાયર બ્રિગેડ ક્ધટ્રોલ રૂમના સૂત્રોના જણાવ્યા મુજબ ગત રાત્રી દરમિયાન વેસ્ટ ઝોનમાં પાંચ મીમી વરસાદ સાથે મોસમનો કુલ વરસાદ 1282 મીમી, ઇસ્ટ ઝોનમાં પાંચ મીમી વરસાદ સાથે મોસમનો કુલ વરસાદ 1025 મીમી અને સેન્ટ્રલ ઝોનમાં બે મીમી વરસાદ સાથે મોસમનો કુલ વરસાદ 1349 મીમી (54 ઇંચ) નોંધાયો છે. આગામી દિવસોમાં હજુ ભારે વરસાદની આગાહી હોય ફાયર બ્રિગેડ સહિત સમગ્ર મહાપાલિકા તંત્ર એલર્ટ મોડ ઉપર છે.
રાજકોટ શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા આજી-1, ન્યારી-1 અને ભાદર-1 ડેમ છલોછલ ભરેલા છે, ચાલુ ચોમાસે આ જળાશયો લગભગ એકાદ મહિના સુધી સતત ઓવરફ્લો થયા હતા, દરમિયાન હાલ દશેરાથી મેઘરાજાએ ચોથો રાઉન્ડ વરસાવવાનું શરૂ કરતાની સાથે જ ન્યારી-1 ડેમ અને ભાદર-1 ડેમના દરવાજા ફરી ખોલવા પડ્યા છે. એકંદરે ચોમાસા દરમિયાન જળાશયોમાંથી જેટલું પાણી ઉપાડ્યું તેટલું જ ફરી આવી ગયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech