રોકડ રકમ-કાર- મોબાઈલ ફોન સહિત ૧૫.૨૨ લાખની માલમતા કબજે: ક્રિકેટની આઈડી આપનાર મુખ્ય બુકી અને પન્ટર સહિત અન્ય છ ને ફરારી જાહેર કરાયા
જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર ચાલુ કારમાં કેટલાક ક્રિકેટના સટ્ટાખોરો દ્વારા આઈ.પી.એલ. ની ક્રિકેટ મેચ પર ક્રિકેટનો સટ્ટો રમાડવામાં આવી રહ્યો છે, તેવી ચોક્કસ બાતમીના આધારે એલસીબી ની ટુકડીએ ધ્રોલ નજીક વોચ ગોઠવી એક કારમાં ક્રિકેટનો સટ્ટો રમાડી રહેલા ત્રણ શખ્સોની અટકાયત કરી લઈ રોકડ મોબાઈલ સહિત ૧૫.૨૨ લાખની માલમત્તા કબજે કરી છે, જ્યારે ક્રિકેટની આઈડી આપનાર મુખ્ય બુકી તથા પન્ટર સહિત અન્ય છ ને ફરારી જાહેર કરાયા છે.
આ દરોડા ની વિગત એવી છે કે જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે કેટલાક ક્રિકેટના સટ્ટાખોરોએ નવતર પ્રકારે ક્રિકેટનો જુગાર રમાડવાનું ચાલુ કર્યું છે, અને જામનગર રાજકોટ ધોરી માર્ગ પર ચાલુ કારમાં મોબાઇલની આઇડી મારફતે ક્રિકેટનો સટ્ટો રમાડી રહ્યા છે, તેવી બાતમી ના આધારે ધ્રોલ હાઇવે રોડ પર એલસીબીની ટુકડીએ વોચ ગોઠવી હતી.
જે દરમિયાન એક ફોર્ચ્યુન કાર ત્યાંથી પસાર થતાં સોયલ ટોલ નાકા નજીકના વિસ્તારમાંથી એલસીબી ની ટુકડીએ તે કારને આંતરી લીધી હતી, અને તેની તલાસી લીધી હતી. જે તલાસી દરમિયાન કારની અંદર જામનગર અને મીઠાપુર સૂરજ કરાડી ના ત્રણ શખ્સો પોતાના મોબાઈલ ફોનની આઇડી મારફતે આઈ.પી.એલ. ની રાજસ્થાન રોયલ અને પંજાબ કિંગ્સ ઇલેવન ની ટીમ વચ્ચેની ક્રિકેટ મેચ પર સટ્ટો રમી રહેલા મળી આવ્યા હતા.
આથી પોલીસે કારમાં બેઠેલા જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં રહેતા પ્રવીણ રામજીભાઈ મકવાણા, સુરજ કરાડી- મીઠાપુરમાં રહેતા ટ્રાન્સપોર્ટ ના ધંધાથી હાર્દિક અશોકભાઈ પોપટ, અને સૂરજ કરારીના પ્રવીણ રાજપાળભા માણેક સહિત ૩ શખ્સો ની અટકાયત કરી લીધી હતી, અને તેઓ પાસેથી મોબાઈલ ફોન- કાર તેમજ રૂપિયા ૭,૨૦૦ ની રોકડ રકમ સહિત ૧૫,૨૨,૨૦૦ માલમતા કબજે કરી લીધી છે.
પોલીસની વધુ પૂછપરછ દરમિયાન તેણે રાજકોટના વિર ઉર્ફે વિરુ ઝાલા પાસે ક્રિકેટની આઈડી મેળવી હોવાથી રાજકોટના વીરુ ઝાલા ને ફરારી જાહેર કરાયો છે. ઉપરાંત ત્રણેય શખ્સો દ્વારકા રાજકોટ અને અમદાવાદના કેટલાક પન્ટરો સાથે ક્રિકેટનો સટ્ટો રમતા હોવાથી મીઠાપુરના જીલ, રાજકોટના જય, મીઠાપુરના પ્રતિપાલ, ઉપરાત મીઠાપુર ના સાકિર શેખ અને અમદાવાદના શિવલો વગેરે સહિત ફૂલ ૬ ને ફરારી જાહેર કરાયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech