છેલ્લ ા ૧૦ વર્ષથી બધં પડેલી કોડીનાર તાલુકા ની જીવાદોરી સમાન બિલેશ્વર ખાંડ ઉધોગને પુન: શ કરવા ખાસ સાધારણ સભા મળી હતી આ સાધારણ સભામાં ઇન્ડીયન પોટાશ લી. ન્યુદિલ્હીને લીઝ પર આપી ખાંડ ઉધોગને પુન: શ કરવા સર્વાનુમતે ઠરાવ કરાતા શેરડી પકવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી
ગીર ના ખેડૂતોની જીવાદોરી સમાન છેલ્લ ા એક દાયકાથી બધં પડેલી ૧૨૦૦૦ ખેડૂત સભાસદોની માતૃસંસ્થા એવી બીલેશ્વર ખાંડ ઉધોગ કોડીનારને ઇન્ડિયન પોટાશ લિ., ન્યુ દિલ્હી સાથે ૩૦ વર્ષના ભાડા કરારથી પુન: ચાલુ કરવા બાબતે ખાસ સાધારણ સભા આજે ખાંડ ઉધોગના પટ્ટાગણમાં ચેરમેન પી.એસ.ડોડીયા ની અધ્યક્ષતામાં મળી સાધારણ સભાની શઆત સંસ્થાના એમ.ડી રાજનભાઈ વૈશ એ સાધારણ સભા નું પ્રોશીડિંગ તેમજ ફેકટરીને લીઝ ઉપર આપી શ કરવા સહિતના ફેકટરીને લગતા મુદા વાંચીને કરી જેમાં સભાસદોના પ્રશ્નોના જવાબોની આપલેથી થઈ ત્યારે તમામ મુદ્દાઓની વિસ્તૃત વર્ણન બાદ સાધારણ સભાએ આપેલા અધિકાર મુજબ ઇન્ડિયન પોટાશ લિમિટેડને વહેલી તકે લીઝ ઉપર આપી પુન: શ કરવા સર્વે હક્કો ચેરમેનને આપી બિલેશ્વર ખાંડ ઉધોગને ફરી ધમધમતો કરવા સાધારણ સભા એ એક્કી સુરે ઠરાવ કર્યેા
આ તેકે ખાંડ ઉધોગના ચેરમેન પી.એસ.ડોડીયા એ જણાવ્યું હતું કે આપણી આ માતૃસંસ્થાને વહેલી શ કરવી એજ અમારી ડાયરેકટર બોડીનું મુખ્ય લય રહ્યું હતું છેલ્લ ા એક વર્ષથી સરકારના જ એક ભાગ એવી ઇન્ડિયન પોટાશ લિમિટેડ કંપનીને આપણી ફેકટરી લીઝ ઉપર આપવાની વાત સિધ્ધાંતિક મંજૂરી ના મળવાને લીધે અટકી પડી હતી જે પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ તેઓ ની સાથે બોર્ડ ઓફ ડિરેકટર્સ, ધારાસભ્ય અને સાંસદ સહિત અમે ભારત સરકારના સહકાર મંત્રી અને ગૃહ પ્રધાન અમિતભાઈ શાહ ને મળતાં તેઓ ની ભલામણથી કોડીનાર બિલેશ્વર ખાંડ ઉધોગને ઇન્ડિયન પોટાશ લિમિટેડને લીઝ ઉપર આપવાની મંજુરી મળી ચૂકી છે.
ત્યારે આવતા સમયમાં જ બિલેશ્વર ખાંડ ઉધોગ અને ઇન્ડિયન પોટાશ લિમિટેડ વચ્ચે લીઝ ના કરારો કરવાના છે જે આજની ખાસ સાધારણ સભામાં સભાસદો સામે પારદર્શક રીતે જણાવ્યા છે અને હવે આવતા દિવસો માં ઈન્ડીયન પોટાશ લિ.,ન્યુ દિલ્હી સાથે ૩૦ વર્ષનો લીઝ કરાર તેઓ દ્રારા આ ખાંડ ઉધોગને ચાલું કરવાથી સ્થાનિક સારી આવડત ધરાવતા કર્મચારીઓ ને પણ રોજગારી મળશે, શઆત થીજ ખેડૂતોને શેરડી નો ટેકાનો ભાવ પણ મળશે તેવો વિશ્વાસ આપી અંતે જણાવ્યું હતું કે ઇન્ડિયન પોટાશ લિમિટેડ ન્યુ દિલ્હી દ્રારા ખાંડ ઉધોગ શ થાય ત્યારે સર્વે એ પોતાની નૈતિકતા સમજી સારી ગુણવત્તા વાળી શેરડી વધુંમાં વધું આપવા જણાવ્યું હતું જેને સર્વે સભાસદો એ ટેકો આપ્યો હતો અંતે હાજર સર્વે નો કોડીનારના ધારાસભ્ય ડો.પ્રધુમન વાજાએ પોતે ધારાસભ્ય બન્યા ત્યારથીજ આ બધં પડેલી કોડીનારની માતૃ સંસ્થા ને પુન: શ કરવાની નેમ લીધી હતી અને જે સફળ થતાં ખુશી વ્યકત કરી સર્વે નોઆભાર માની સાધારણ સભા પૂર્ણ જાહેર કરી હતી.આ સાધારણ સભા માં પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી, કોડીનારના ધારાસભ્ય ડો.પ્રધુમન વાજા કોડીનાર તાલુકા ની સર્વે સહકારી સંસ્થા ના આગેવાનો, પદાધિકારીઓ અને તાલુકાભરના અગ્રણીઓ ખેડૂતો અને સભાસદો બોહળી સંખ્યામાં હાજર રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છેકે કોડીનાર પંથક માં શેરડી એ મુખ્ય પાક હોય અને તેનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થાય છે ત્યારે આ ફેકટરી બધં રહેવા થી ૭૮ જેટલા ગ્રામ્ય વિસ્તારના ૧૨૦૦૦ જેટલા સભાસદો, ખેડુતો અને તાલુકાના વેપારીઓને દર વર્ષે અંદાજે ૨૦૦ કરોડ જેટલા ટર્નઓવરનું નુકસાન થાય છે ત્યારે વર્તમાન બોર્ડ ઓફ ડિરેકટર્સ દ્રારા ઇન્ડિયન પોટાશ લિમિટેડ ન્યુ દિલ્હીને આ ખાંડ ઉધોગ લીઝ ઉપર આપી કોડીનારની જીવાદોરીની પૂન: જીવિત કરવાના સંકલ્પથી. તાલુકા ભરમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે
પૂર્વ સાંસદ સોલંકી દ્રારા મંત્રી અમિત શાહ, સ્ટેટ કો–ઓ.બેન્ક ચેરમેન અજય પટેલનો ઋણ સ્વીકાર
પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીએ આ ખાસ સાધારણ સભામાં જણાવ્યું હતું કે કોડીનાર બિલેશ્વર ખાંડ ઉધોગને પુન: ધમધમતી કરવા માટે ગૃહ મંત્રી અમિતભાઈ શાહે આપેલ વચનને તેઓએ પૂર્ણ કરી બતાવ્યું છે આ નિર્ણયથી કોડીનાર તાલુકાનો વિકાસ વેગવંતો થશે અહીંના ખેડૂતો સમૃદ્ધ થશે માટે બિલેશ્વર ખાંડ ઉધોગ અને પુન: શ કરવાનો સંપૂર્ણ શ્રેય ગૃહમંત્રી અમિતભાઈ શાહને આપું છું સાથે જ એક મહત્વની વાત જણાવી હતી કે કોડીનાર સુગર ફેકટરી ઉપર જી.એસ.સી બેંકનું મોટું લેણું હોય અને દર વર્ષે મોટી વ્યાજની રકમના ભારણ હેઠળ ખાંડ ઉધોગ દબાતો જતો હોય તેમાં પણ ગુજરાત સ્ટેટ કો. ઓપરેટિવ બેંકના ચેરમેન અજયભાઈ પટેલ દ્રારા ઓ.ટી.એસ યોજના હેઠળ ૬૮ કરોડ જેટલી મોટી રકમ માફ કરવાનો લાભ અપાવતા આ ખાંડ ઉધોગને પુન: ધમધમતો કરવા માટે જે સહકાર આપ્યો છે તે બદલ તેમનો પણ આભાર વ્યકત કર્યેા હતો. આ ઉધોગ શરૂ થતાં ખેડૂતોને શેરડીના બિયારણોની સહાય માટે કોડીનાર યુનિયન બેન્ક વતી દીનુભાઈએ ધિરાણની ખાતરી આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech