- સવારથી વિવિધ શિવ મંદિરમાં ઉમટી શિવ ભક્તોને ભીડ -
દેવાધિદેવ મહાદેવના પાવન પર્વ મહાશિવરાત્રી નિમિત્તે આજે સવારથી જ ખંભાળિયામાં શિવભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. શહેરના નાના-મોટા તમામ શિવ મંદિરોમાં પૂજન અર્ચન માટે સવારથી જ શિવભક્તોની ભીડ જોવા મળી હતી.
આજરોજ શિવરાત્રી નિમિત્તે અહીંના પ્રાચીન અને પ્રખ્યાત એવા શ્રી રામનાથ મહાદેવ, ખામનાથ મહાદેવ, જડેશ્વર મહાદેવ, સુખનાથ મહાદેવ, પાળેશ્વર મહાદેવ, શરણેશ્વર મહાદેવ તેમજ રામનાથ સોસાયટીમાં આવેલા મહાદેવ વાડા વિસ્તારમાં વિદ્યાશંકર મહાદેવ, સિધ્ધનાથ મહાદેવ, કોટેશ્વર મહાદેવ, ભોળેશ્વર મહાદેવ અને ભીડભંજન મહાદેવ તેમજ ગ્રામ્ય વિસ્તારમાં આવેલા વડત્રા ગામના સુપ્રસિદ્ધ ધીંગેશ્વર મહાદેવ, કોટા ગામના શ્રી કોટેશ્વર મહાદેવ, ભાતેલ ગામે ભોળેશ્વર મહાદેવ, સોડસલા ગામે આવેલા નાગનાથ મહાદેવ, ભરાણા ગામે ધીંગેશ્વર મહાદેવ, દાત્રાણા ગામે દંતેશ્વર મહાદેવ, શક્તિનગરમાં શ્રી શિરેશ્વર મહાદેવ, બજાણામાં કાશી વિશ્વનાથ મહાદેવ, જલારામ મંદિર પરિસરમાં આવેલા રામેશ્વર મહાદેવ સહિતના અનેક શિવ મંદિરોમાં આજે સવારથી ભાવિકો જળ, દૂધ, બિલ્વ પત્ર, પુષ્પ, વિગેરે સાથે લોટી ચડાવવા માટે પહોંચી ગયા હતા.
જુદા જુદા શિવ મંદિરોમાં ભાંગનો પ્રસાદ પણ આપવામાં આવ્યો હતો. સાથે વિવિધ શૃંગાર અને દીપમાળાના અલભ્ય દર્શન પણ યોજાયા હતા.
ખંભાળિયાના પાદરમાં આવેલા શ્રી ખામનાથ મહાદેવના મંદિરે આજે શિવરાત્રી પર્વ નિમિત્તે ખાસ શણગાર કરવામાં આવ્યા હતા. અહીં રહેલા મુખ્ય નિજ મંદિર સાથે આ પરિસરમાં આવેલા જુદા જુદા આઠ મંદિરો કાશી વિશ્વનાથ, હાટકેશ્વર, ઝારખંડી મહાદેવ, ભુતનાથ મહાદેવ, કુબેર ભંડારી મહાદેવ, સહિતના શિવ મંદિરો ઉપરાંત કાલભૈરવ, ચંડભૈરવ બટુક ભૈરવના મંદિરો અને ગાયત્રી માતાજી તથા ગણેશજીના મંદિરે મોટી સંખ્યામાં શિવભક્તોએ પૂજન અર્ચન કર્યું હતું.
ખંભાળિયા શહેરના મોટાભાગના સુપ્રસિદ્ધ શિવ મંદિરોમાં ચાર પ્રહરની આરતી સવારથી રાત સુધી યોજાઇ હતી. સાથે દીપમાળા તેમજ વિવિધ શૃંગારના દર્શનએ શિવભક્તોને મોહિત કર્યા હતા.
ખંભાળિયા તાલુકાના વડત્રા ગામે આવેલા ધીંગેશ્વર મહાદેવના પ્રાચીન મંદિરે પરંપરાગત રીતે મહાશિવરાત્રી ઉજવણી સાથે ગ્રામજનો દ્વારા લોક ડાયરાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
ખંભાળિયામાં યુવા કાર્યકરોના એકતા ગ્રુપ દ્વારા દર ધાર્મિક તહેવારે સુંદર અને આકર્ષક ફ્લોટનું નિર્માણ કરવામાં આવે છે. ત્યારે આ વખતે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે અહીંના સતવારા વાડ ખાતે આવેલા શ્રી એકતા યુવક મંડળ દ્વારા પ્રયાગરાજ મહાકુંભ મેળાના સુંદર દર્શન યોજવામાં આવ્યા હતા.
આ સાથે અહીં વિશાળ શિવલિંગના દર્શન કરી, અને મોટી સંખ્યામાં ભક્તોએ ધન્યતા અનુભવી હતી. ત્યારે આકર્ષક અને રોશનીસભર આ સુંદર ફ્લોટ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો હતો.
શિવરાત્રી નિમિત્તે દર વખતની જેમ આ વખતે પણ શિવભક્તો દ્વારા પરંપરાગત શિવ શોભાયાત્રાનું પણ ભવ્ય આયોજન કરાયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામ્યુકોની ટીપીઓ શાખા દ્વારા સર્વે હાથ ધરી જર્જરિત મકાન માલિકોને પાઠવાતી નોટિસ
May 19, 2025 01:26 PMઓપરેશન સિંદૂરનો નવો વીડિયો, સેનાએ પાકિસ્તાની ડ્રોનને કેવી રીતે તોડી પાડ્યું? જુઓ વીડિયો
May 19, 2025 01:01 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech