પાકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રાલયને હજી સુધી દવા આયાતની સ્થિતિ સ્પષ્ટ કરતો કોઈ સત્તાવાર નિર્દેશ મળ્યો નથી, જ્યારે સરકારે ભારત સાથે તમામ વેપાર સ્થગિત કરવાની જાહેરાત કરી છે.
પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતના પગલાંથી પાકિસ્તાન પર અનેક રીતે સંકટ તોળાઈ રહ્યું છે. એવામાં કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનમાં દવાઓની પણ તંગી સર્જાઈ શકે છે.
જિયો ન્યૂઝના રિપોર્ટ અનુસાર હાલમાં પાકિસ્તાન દવાઓ માટે કાચા માલના 30 થી 40 ટકા સુધી ભારત પર નિર્ભર છે, જેમાં સક્રિય દવા સામગ્રી (API) અને ઘણા અદ્યતન તબીબી ઉત્પાદનોનો સમાવેશ થાય છે. પાકિસ્તાનના ડ્રગ રેગ્યુલેટરી ઓથોરિટી (DRAP)એ પુષ્ટિ કરી છે કે દવા ક્ષેત્ર પર પ્રતિબંધની અસર અંગે કોઈ ઔપચારિક સૂચના આપવામાં આવી નથી, પરંતુ આકસ્મિક યોજનાઓ પહેલેથી જ તૈયાર છે.
ચીન, રશિયા અને યુરોપીય દેશોમાં શોધી રહ્યું છે વિકલ્પ
DRAPના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે 2019ના સંકટ બાદ અમે આવી ઇમરજન્સી માટે તૈયારીઓ શરૂ કરી દીધી હતી. હવે અમે અમારી દવાની જરૂરિયાતો પૂરી કરવા માટે વૈકલ્પિક રસ્તાઓ પર વિચાર કરી રહ્યા છીએ. DRAP હવે ચીન, રશિયા અને ઘણા યુરોપીય દેશો પાસેથી વૈકલ્પિક સ્ત્રોતો શોધી રહ્યું છે.
એજન્સીનો લક્ષ્ય એન્ટિ-રેબીઝ વેક્સિન, એન્ટિ-સ્નેક વેનમ, કેન્સર થેરાપી, મોનોક્લોનલ એન્ટિબોડીઝ અને અન્ય મહત્વપૂર્ણ જૈવિક ઉત્પાદનો સહિત આવશ્યક તબીબી પુરવઠાની સતત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો છે. ભલે DRAP ખાતરી આપે કે અમે તૈયારી કરી રાખી છે, પરંતુ ફાર્મા ઉદ્યોગના આંતરિક સૂત્રો અને આરોગ્ય નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે જો વેપાર સ્થગિત થવાના દુષ્પરિણામોનો સામનો કરવા તાત્કાલિક કાર્યવાહી કરવામાં નહીં આવે તો મોટી મુશ્કેલી ઊભી થઈ શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપહેલાં કર્યું મોંઘું પછી કરી દિધુ સસ્તું...ગોલ્ડ પાછળ ડોનાલ્ડ ટ્રમ્પની આ કેવી રમત ચાલી રહી છે?
April 26, 2025 11:07 PMપાંચ વર્ષ બાદ ફરી શરૂ થશે કૈલાશ માનસરોવર યાત્રા, જૂનથી ઓગસ્ટ દરમિયાન કરી શકાશે અરજી
April 26, 2025 11:03 PMતાલાલા ગીર મેંગો માર્કેટમાં કેસર કેરીની હરાજીનો શુભારંભ, પ્રથમ દિવસે 1200 રૂપિયા સુધી ભાવ બોલાયા
April 26, 2025 11:02 PMજામજોધપુર VHP દ્વારા પહેલગામ આંતકી હુમલામાં મૃત્યુ પામેલ મૃતકોને શ્રદ્ધાંજલી અપાઈ
April 26, 2025 06:56 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech