કાર્તિકી પૂર્ણિમાના મેળાનો કલેકટર જાડેજાના હસ્તે પ્રારંભ

  • November 12, 2024 10:34 AM 

સોમનાથનો પારંપરિક કાર્તિકી પૂર્ણિમા મેળો જિલ્લ ા કલેકટર ડી.ડી જાડેજાના શુભ હસ્તે અને ટ્રસ્ટના ટ્રસ્ટી  જે.ડી પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં મેળાનું ઉધ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લ ા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, અધિક કલેકટર રાજેશ આલ, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, નગરપાલિકા પ્રમુખ પલ્લ વીબેન જાની, પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરીભાઈ ઠકરાર, જિલ્લ ા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયા, સહિતના રાજકીય અને સમાજિક અગ્રણીઓ તેમજ વિવિધ સમાજના મોભી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
સદભાવના ગ્રાઉન્ડ ખાતે લોકસંસ્કૃતિ, આધ્યાત્મ અને મનોરંજનના ત્રિવેણી સંગમ તરીકે જાણીતા કાર્તિકી પૂર્ણિમાના મેળાના પહેલા દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેવાયત ખવડ અને બિરજુ બારોટે લોકસાહિત્ય તેમજ લોકગીતની પ્રસ્તુતિથી રગં જમાવ્યો હતો.
રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ–ગાંધીનગર તથા જિલ્લ ા વહીવટી તત્રં ગીર સોમનાથ અને સોમનાથ ટ્રસ્ટના સંકલનમાં આ મેળાના પાંચ દિવસ દરમિયાન રોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ ભવ્ય આયોજન કરાયું છે.
સોમનાથ મહોત્સવ–૨૦૨૪ અંતર્ગત તા.૧૨ના રોજ અપેક્ષા પંડા–ચિરાગ સોલંકી, તા.૧૩ના રોજ કિર્તીદાન ગઢવી, તા.૧૪ના રોજ રાજભા ગઢવી અને તા.૧૫ના રોજ માયાભાઈ આહિર અને જાહલ આહિર લોકસાહિત્ય અને લોકગીતની પ્રસ્તુતિ કરશે.
આ સાંસ્કૃતિક કાર્યક્રમની રંગારગં પ્રસ્તુતીઓને જિલ્લ ા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા, જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા, જિલ્લા યુવા વિકાસ અધિકારી એચ.ડી.મકવાણા, જિલ્લ ા શિક્ષણ અધિકારી એમ.પી.બોરીચા સહિત અધિકારીઓ–કર્મચારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકોએ મન ભરી માણી હતી

સહેલાણીઓની સુરક્ષાને સર્વેાચ્ચ પ્રાથમિકતા
મેળા ગ્રાઉન્ડમાં સીસીટીવી સીસ્ટમ લગાવવામાં આવી છે. વિશાળ પાકિગની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. ફાયર સેટી માટે તમામ જગ્યાએ ફાયર એકસ્ટીંગ્યુસર બોટલની વ્યવસ્થા તેમજ સ્ટેન્ડબાય ફાયર ટેન્ડર ટીમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મેળામાં ઈલેકટ્રીક સપ્લાય માટે ૪ વિશાળ ક્ષમતા વાળા સ્ટેન્ડબાય જનરેટરની વ્યવસ્થા કરાઇ છે. મેળા કાર્યાલય તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમના સ્ટેજમાં પબ્લીક એડ્રેસ સીસ્ટમ ઊભી કરવામાં આવી છે. જેથી માઇક દ્રારા જન સંપર્ક સરળ અને અસરકારક બની શકે. મેળામાં બંદોબસ્ત અને દેખરેખ માટે પોલીસ વોચટાવર, પોલીસ કન્ટ્રોલ મની વ્યવસ્થા કરાઇ છે. ઈમરજન્સીના કેસમાં મેળાની ફરતે વ્હીકલ લઈ જઈ શકાય તે માટે પહોળો રસ્તો તૈયાર કરાયો છે.

મેળા દરમિયાન દર્શનના સમયમાં વધારો
કાર્તિકી પૂર્ણિમાના મેળાના ૦૫ દિવસ દરમિયાન શ્રી સોમનાથ મંદિર રાત્રે ૧૧:૦૦ વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લ ું રહેશે. તેમજ કાર્તિકી પૂર્ણિમાની રાત્રિએ સોમનાથ મંદિર રાત્રે ૦૧:૦૦ વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લ ું રહેશે. પૂર્ણિમાની મધ્યરાત્રિએ વિશેષ મહાપૂજા તેમજ મહાઆરતી કરવામાં આવશે.

કાર્તિકી પૂર્ણિમાનું મહાત્મ્ય
સ્થાનિક જાણકારોનું કેહવુ છે કે સોમનાથ યોતિલિગના આધસ્થાપક ચંદ્રદેવ કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રીએ સોમનાથ યોતિલિગના શિખર પર આવે છે અને પોતાનો શીતળ પ્રકાશ વરસાવે છે. જેને અમૃતવર્ષા યોગ પણ કહેવામાં આવે છે. આ વિશેષ દિવસે ખગોળીય સંયોગમાં મધ્ય રાત્રિએ ચંદ્રદેવ સોમનાથ મંદિરના શિખરના કેન્દ્ર પર આવે છે, મહાદેવની ધ્વજા અને શ્રી સોમનાથ યોતિલિગ એક સીધી હરોળમાં આવે છે.મેળાના વિવિધ આકર્ષણ
કાર્તિકી પુર્ણીમા મેળો–૨૦૨૪ સોમનાથ બાયપાસ સમીપ ટ્રસ્ટના સદભાવના ગ્રાઉન્ડ ખાતે યોજાશે. મેળામાં મનોરંજનના સાધનો, ખાણી–પીણીના સ્ટોલ, બાળકો માટે રમકડાં, તેમજ અન્ય વેચાણ સ્ટોલ, ઇન્ડેક્ષ–સી વિભાગના હસ્તકલા અને ગૃહઉધોગની ગેલેરી, જેલના કેદીઓના ભજીયાનો સ્ટોલ, આકર્ષક સેલ્ફી પોઇન્ટસ, સોમનાથ ૭૦ ચિત્ર પ્રદર્શની, સાથેજ પ્રતિદિન ગુજરાતી લોકસાહિત્યના શીર્ષના ખ્યાતનામ કલાકારો દ્રારા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

લોકોને મળશે ઓનલાઈન લાભ
દેશ–વિદેશના ભકતો સોમનાથ મંદિરના ઓફિશિયલ મીડીયા પ્લેટફોર્મ ફેસબુક, યુટુબના માધ્યમો દ્રારા સાંસ્કૃતિક કાર્યક્રમનું લાઇવ પ્રસારણ નિહાળી શકશે. સુપ્રસિદ્ધ કલાકારો દ્રારા લોકો માટે લોકસાહિત્ય, સંગીત અને ભજનો કલાસંગમની ત્રિવેણી રચાશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application