ઈઝરાયેલે આજે વહેલી સવારે ઈરાન પર ભીષણ હુમલો કર્યો હતો. ઈઝરાયેલી સેનાએ હુમલાની પુષ્ટિ કરતા કહ્યું કે ઈરાનના સૈન્ય મથકો સહિત તેહરાન અને આસપાસના શહેરો પર બોમ્બમારો કરવામાં આવ્યો છે. ઈઝરાયેલના સ્થાનિક મીડિયા અનુસાર ઈઝરાયેલની સેનાએ ઈરાન પર હુમલો કરવા માટે 100થી વધુ ફાઈટર પ્લેનનો ઉપયોગ કર્યો હતો. ઈઝરાયેલની આ કાર્યવાહીને ઈરાન દ્વારા 1 ઓક્ટોબરે કરવામાં આવેલા હુમલાના જવાબ તરીકે જોવામાં આવી રહી છે. ઈઝરાયલ, ઈરાન અને ઈરાકે તેમની એર સ્પેસ બંધ કરી દીધી.
અમારો બદલો પુરો થયો: ઇઝરાયેલ
આઈડીએફના પ્રવકતા ડેનિયલ હગારીએ જણાવ્યું હતું કે, હવે હત્પં પુષ્ટ્રિ કરી શકું છું કે અમે ઇઝરાયેલ સામે ઈરાનના હત્પમલાનો બદલો લઈ લીધો છે. તેણે એમ પણ કહ્યું કે ઈઝરાયેલે હુમલા બાદ તેનું મિશન પૂર્ણ કરી લીધું છે અને ચેતવણી આપી છે કે જો વધુ હત્પમલા કરવામાં આવશે તો તેણે ભારે કિંમત ચૂકવવી પડશે
ઈરાન પણ વળતો હુમલો કરે તેવી શકયતા
અગાઉ ઈરાનના નેતાઓએ ઈઝરાયેલના સંભવિત હત્પમલાની સ્થિતિમાં તેમના સશક્ર દળોને યુદ્ધ માટે તૈયાર રહેવાનો આદેશ આપ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રતિભાવની હદ મોટાભાગે તે હત્પમલાઓની તીવ્રતા અને સ્કેલ પર નિર્ભર રહેશે. ઈરાનના સર્વેાચ્ચ નેતા આયાતુલ્લા અલી ખમેનીએ સેનાને સંભવિત ઇઝરાયેલ હુમલાનો જવાબ આપવા માટે ઘણી યોજનાઓ તૈયાર કરવા સૂચના આપી છે. ઈરાની અધિકારીઓએ જણાવ્યું હતું કે જો ઈઝરાયેલના હત્પમલામાં સામૂહિક વિનાશ થશે તો ઈરાન બદલો લેશે.2000 કિમી દૂરથી કરવામાં આવેલા આ હુમલામાં એફ-35 ફાઈટર જેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એક અમેરિકન અધિકારીએ જણાવ્યું કે ઈરાનમાં સૈન્ય લક્ષ્યો પર હુમલા પહેલા અમેરિકાને જાણ કરવામાં આવી હતી પરંતુ તે ઓપરેશનમાં સામેલ નહોતું.
ઈઝરાયેલ ઈરાની પરમાણુ સ્થળો અથવા તેલ ક્ષેત્રો પર હુમલો કરી રહ્યું નથી. તેનું ધ્યાન લશ્કરી ઉદ્દેશ્યો પર છે. ઈઝરાયેલની સેનાએ પણ પુષ્ટિ કરી છે કે તેઓ સૈન્ય લક્ષ્યોને નિશાન બનાવી રહ્યા છે.
સેન્ટ્રલ તેહરાનમાં તોપમારાના અવાજ સંભળાઈ રહ્યા છે. ઈરાની રિવોલ્યુશનરી ગાડ્ર્સના હેડક્વાર્ટર નજીક વિસ્ફોટના અહેવાલો પણ છે. ઈરાનની સાથે સાથે ઈરાક, સીરિયા અને લેબનોનમાં પણ વિસ્ફોટના અવાજ સંભળાયા હતા. ઇરાકે આગામી સૂચના સુધી તમામ એરપોર્ટ પર ફ્લાઇટ્સ સ્થગિત કરી દીધી છે. અમેરિકાનું કહેવું છે કે તે ઈરાન પર ઈઝરાયેલના હુમલાથી વાકેફ છે અને સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
ઈઝરાયેલનો હુમલો ચાલુ છે. તેહરાન તેમજ ખુઝેસ્તાન પ્રાંતના અહવાઝ અને અબાદાનના દક્ષિણ-પશ્ચિમ શહેરોમાં નવા વિસ્ફોટોના અહેવાલો છે. વ્હાઇટ હાઉસના એક અધિકારીએ જણાવ્યું કે રાષ્ટ્રપતિ બાઈડેનને આ અંગે જાણકારી આપવામાં આવી છે અને તેઓ ઇઝરાયેલના જવાબી હુમલા પર નજીકથી નજર રાખી રહ્યા છે.
ઇઝરાયલે નાગરિક ઉડ્ડયન માટે તેનું એરસ્પેસ બંધ કરી દીધું છે. ઇઝરાયેલે સ્થાનિક સમય મુજબ સવારે 8.30 વાગ્યા સુધી નાગરિક ઉડ્ડયન માટે તેની હવાઈ ક્ષેત્રને સંપૂર્ણ રીતે બંધ કરવાની જાહેરાત કરી છે.
ઉલ્લેખનીય છે કે હિઝબોલ્લાના ચીફ હસન નસરાલ્લાહના મૃત્યુ અને દક્ષિણ લેબનોનમાં ઇઝરાયેલના ગ્રાઉન્ડ ઓપરેશનથી ગુસ્સે ભરાયેલા ઇરાને આ મહિનાની શરૂઆતમાં ઇઝરાયેલ પર 180 મિસાઇલો છોડી હતી. આ દરમિયાન ઈરાને કહ્યું હતું કે તે ઈઝરાયેલ પર હુમલો કરવાનું ચાલુ રાખશે. તે જ સમયે, ઇઝરાયલે કહ્યું હતું કે તે ચોક્કસપણે આ હુમલાનો બદલો લેશે.
ઈઝરાયેલમાં હાઈ એલર્ટ
આઈડીએફના પ્રવક્તા ડેનિયલ હગારીએ જણાવ્યું હતું કે, આ હુમલાઓ વચ્ચે ઈઝરાયેલ હાઈ એલર્ટ પર છે. અમે અમારા નાગરિકોની સુરક્ષા માટે દરેક જરૂરી પગલાં લઈશું. તેમણે કહ્યું કે હજુ સુધી લોકો પર કોઈ નિયંત્રણો લાદવામાં આવ્યા નથી. જો કે તેમને સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે.
આઈડીએફએ હુમલાની પુષ્ટિ કરી
આઈડીએફએ સોશિયલ મીડિયા પર હુમલાની પુષ્ટિ કરતા લખ્યું, ઈરાની સરકાર દ્વારા ઈઝરાયેલ રાજ્ય સામે મહિનાઓ સુધી સતત હુમલાઓના જવાબમાં, ઈઝરાયેલ સંરક્ષણ દળો ઈરાનમાં સૈન્ય લક્ષ્યો પર ચોક્કસ હુમલાઓ કરી રહ્યા છે. ઈરાન અને તેના પ્રોક્સીઓ 7 ઓક્ટોબરથી ઈઝરાયેલ પર સતત સાત મોરચે હુમલા કરી રહ્યા છે, જેમાં ઈરાન તરફથી સીધા હુમલાનો પણ સમાવેશ થાય છે. વિશ્વના કોઈપણ અન્ય સાર્વભૌમ દેશની જેમ, ઈઝરાયેલને પણ જવાબ આપવાનો અધિકાર છે. અમે ઇઝરાયલ અને ઇઝરાયલી લોકોની સુરક્ષા માટે જે પણ જરૂરી હશે તે કરીશું.
અમેરિકાને આ હુમલાની જાણ હતી
ઈઝરાયેલે આ હુમલા અંગે અમેરિકાને જાણ કરી હતી. મીડિયા રિપોટ્ર્સ અનુસાર, વોશિંગ્ટનને ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હુમલાની જાણ છે. તે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છે. રાષ્ટ્રપતિ જો બાઈડેનને સતત અપડેટ આપવામાં આવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech