વિશ્વની નંબર ૧ એપની વાત કરીએ તો, લોકો ઘણીવાર વિચારે છે કે ફેસબુક અથવા ટિકટોક પ્રથમ સ્થાન પર હશે, પરંતુ એવું નથી. હવે ઈન્સ્ટાગ્રામ આ બંને એપને પાછળ છોડીને નંબર વન પર પહોંચી ગયું છે. વાસ્તવમાં, કેટલાક દેશોમાં ટીકટોક પર પ્રતિબધં હોવાને કારણે ઈન્સ્ટાગ્રામને ફાયદો થયો છે. આ સિવાય ટીકટોકના પાછળ રહેવાના કેટલાક અન્ય કારણો પણ છે.
સેન્સર ટાવરના રિપોર્ટ અનુસાર, વિશ્વમાં ઈન્સ્ટાગ્રામના ડાઉનલોડમાં ૨૦ ટકાનો વધારો થયો છે. વર્ષ ૨૦૨૩માં ઈન્સ્ટાગ્રામ એપને ૭૬૭ મિલિયન વખત ડાઉનલોડ કરવામાં આવી હતી, જે એક વર્ષ પહેલા એટલે કે ૨૦૨૨ની સરખામણીમાં ૨૦ ટકા વધુ છે. ટીકટોકની વાત કરીએ તો તેને ૭૩.૩ કરોડ વખત ડાઉનલોડ કરવામાં આવ્યું હતું. આ ચાઈનીઝ એપ ભારતમાં પ્રતિબંધિત છે અને અમેરિકામાં તેને પ્રતિબંધિત કરવાની તૈયારી ચાલી રહી છે. ૨૦૨૦ થી ઇન્સ્ટાગ્રામની લોકપ્રિયતા વધી છે, કારણ કે રીલ્સ આ વર્ષે લોન્ચ કરવામાં આવી હતી. લોકોના વીડિયોના ક્રેઝ બાદ જ ઈન્સ્ટાગ્રામ રીલ્સ લોન્ચ કરવામાં આવી હતી. ઇન્સ્ટાગ્રામ રીલ્સ એક એવી સુવિધા છે જેમાં યુઝર્સ શોર્ટ કિલપ્સ બનાવીને આ પ્લેટફોર્મ પર વીડિયો શેર કરી શકે છે.ઇન્સ્ટાગ્રામનું રીલ્સ ફીચર યુવા પેઢીમાં સૌથી વધુ લોકપ્રિય છે. યુવાનો અલગ–અલગ વિષયો પર વીડિયો બનાવે છે અને ઈન્સ્ટાગ્રામ પર શેર કરે છે. ઇન્સ્ટાગ્રામ એપની વધતી જતી લોકપ્રિયતાનું આ એક મોટું કારણ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech