દેવભૂમિ દ્વારકા જિલ્લા રોજગાર વિનિમય કચેરી તેમજ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના સંયુક્ત ઉપક્રમે આગામી સોમવાર તારીખ 24 મીના રોજ સવારે 10:30 વાગ્યે ખંભાળિયામાં સ્ટેશન રોડ પર આવેલી જી.વી.જે. હાઈસ્કૂલ પરિસરમાં સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે નોકરીદાતા તથા રોજગાર ઈચ્છુક વચ્ચે સેતુરૂપ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે. ખાનગી કંપનીના નોકરી દાતાઓને ખાલી જગ્યાઓ માટે માનવબળની જરૂરિયાત હોય, જે અંતર્ગત ઈચ્છા ધરાવતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઉમદેવારોએ સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે તેમ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા જણાવાયું છે.
આ જોબફેરમાં જુદી જુદી કંપનીઓના નોકરીદાતાઓ ઉપસ્થિત રહેશે. આ માટે એસ.એસ.સી., એચ.એસ.સી, આઇ.ટી.આઇ, ડીપ્લોમા જેવી લાયકાત ધરવતા ઉમેદવારો માટે સેલ્સ ઓફિસર, સેલ્સ એક્ઝિક્યુટિવ, લાઈફ મિત્ર, સેલ્સ એડવાઈઝર, વીમા સખી, સિવિલ એન્જિનિયર, ફીટર અને સુપરવાઇઝર જેવી જગ્યાઓ માટે જોબફેરનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક ઓપન જોબફેર હોય, કોલ લેટર ન મળેલ હોય તેવા અથવા રોજગાર કચેરીમાં નામ નોંધણી ન કરાવેલ હોય તેવા ઉમેદવારો પણ સ્વખર્ચે આ જોબફેરમાં હાજર રહી શકશે તેમ એક યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech