બેલ્જિયમમાં રહેતો ભાગેડુ મેહુલ ચોક્સી હવે સ્વિટ્ઝર્લૅન્ડ જવાનો પ્લાન બનાવી રહ્યો છે. પહેલા એવું માનવામાં આવતું હતું કે તે એન્ટિગુઆ અને બાર્બુડામાં રહે છે, પરંતુ હવે એક મીડિયા રિપોર્ટ અનુસાર, એફ રેસીડેન્સી કાર્ડ મળ્યા બાદ તે તેની પત્ની પ્રીતિ ચોક્સી સાથે બેલ્જિયમના એન્ટવર્પમાં રહે છે. ભાગેડુ ઉદ્યોગપતિ મેહુલ ચોક્સી ભારતમાં ૧૩,૫૦૦ કરોડ રૂપિયાના બેંક લોન કૌભાંડમાં કથિત રીતે સંડોવાયેલો છે. એક અહેવાલ મુજબ, ભારત સરકારે હવે બેલ્જિયમ પાસેથી ચોક્સીના પ્રત્યાર્પણની માંગ કરી છે. જોકે, ભારતીય અધિકારીઓએ હજુ સુધી આ અહેવાલની પુષ્ટિ કરી નથી.
રિપોર્ટ અનુસાર, મેહુલ ચોકસીએ બેલ્જિયમમાં F રેસિડેન્સી કાર્ડ મેળવવા માટે નકલી દસ્તાવેજો અને ખોટી માહિતીનો ઉપયોગ કર્યો હતો જેથી તે ભારત પ્રત્યાર્પણ ટાળી શકે. તેણે પોતાની ભારતીય અને એન્ટિગુઆ નાગરિકતા છુપાવીને બેલ્જિયમ સરકાર પાસેથી આ કાર્ડ મેળવવામાં સફળતા મેળવી. રેસીડેન્સી કાર્ડ મળ્યા બાદ, તેમને બેલ્જિયમમાં રહેવા અને યુરોપમાં મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી છે.
રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ચોક્સી સારવાર માટે સ્વિટ્ઝર્લૅન્ડની એક પ્રખ્યાત કેન્સર હોસ્પિટલમાં જવાનો પ્લાન બનાવી રહ્યો છે. મેહુલ ચોક્સી અને તેના ભત્રીજા નીરવ મોદી પર પંજાબ નેશનલ બેંક સાથે 13,500 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. ઉલ્લેખનીય છે કે નીરવ મોદી હાલમાં લંડનની જેલમાં બંધ છે અને તેણે ભારત પ્રત્યાર્પણ સામે કોર્ટમાં કેસ દાખલ કર્યો છે.
ડિસેમ્બર 2024 માં, મુંબઈની એક ખાસ કોર્ટે 2018 થી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા જપ્ત કરાયેલ ચોક્સીની મિલકતોના વેચાણને મંજૂરી આપી હતી. આ મિલકતોની કુલ કિંમત 2,565.9 કરોડ રૂપિયા છે, જે પંજાબ નેશનલ બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકના સમર્થનથી કોર્ટના આદેશ પર જપ્ત કરવામાં આવી હતી. આ મિલકતોનું વેચાણ શરૂ થઈ ગયું છે, જેમાં ૧૨૫ કરોડ રૂપિયાથી વધુની મિલકતો - મુંબઈમાં ફ્લેટ અને અંધેરીના સીપ્ઝમાં બે ફેક્ટરીઓ - ગીતાંજલી જેમ્સ લિમિટેડના લિક્વિડેટરને સોંપવામાં આવી છે. ચોક્સી સામે ગુનાહિત કાવતરું, વિશ્વાસ ભંગ, છેતરપિંડી, મિલકતના વ્યવહારોમાં છેતરપિંડી, ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગના આરોપો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech