કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં રવિવારે ચૂંટણીના પરિણામો આવ્યા. આ ચૂંટણીઓમાં ફરી એકવાર ભારતીયો તરખાટ મચાવતા જોવા મળ્યા. પંજાબી સમુદાયે બતાવ્યું કે કેનેડામાં તેમનું વર્ચસ્વ ઓછું નથી. 93 બેઠકોમાંથી, 15 બેઠકો ભારતના પંજાબના અથવા પંજાબી મૂળના લોકોએ કબજે કરી હતી. ભારત બહાર કેનેડા એવો દેશ છે જ્યાં પંજાબીઓની સંખ્યા સૌથી વધુ છે. કેનેડાની 2021ની વસ્તી ગણતરી અનુસાર, પંજાબ, ભારતના અહીં આવતા લોકોની સંખ્યા લગભગ બે ટકા છે. બ્રિટિશ કોલંબિયા વિધાનસભામાં પંજાબીઓનું અત્યાર સુધીનું સૌથી મોટું પ્રતિનિધિત્વ 15 બેઠકો પર છે. ગત ચૂંટણીમાં આ સંખ્યા નવ હતી.
હાલમાં ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે છે. જસ્ટિન ટ્રુડો ભારત પર ખાલિસ્તાની આતંકવાદી જસ્ટિન ટ્રુડોની હત્યાનો આરોપ લગાવી રહ્યા છે, જેના કારણે બંને દેશો વચ્ચે તણાવ છે. બ્રિટિશ કોલંબિયાની ચૂંટણીઓ વિશે વાત કરીએ તો, ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીએ 46 બેઠકો જાળવી રાખી છે, જ્યારે ક્ધઝર્વેટિવ્સે 45 અને ગ્રીન પાર્ટીએ બે બેઠકો જીતી છે. ગ્રીન્સ હવે કઈ પાર્ટી આગામી સરકાર બનાવશે તે નક્કી કરવામાં મુખ્ય ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. જો ભારતીય મૂળની વાત કરીએ તો તેમાં એનડીપીના પૂર્વ હાઉસિંગ મિનિસ્ટર રવિ કાહલોન અને પૂર્વ એટર્ની જનરલ નિક્કી શમર્નિો સમાવેશ થાય છે. ફિલ્ડ હોકી ખેલાડી રવિએ રાજકારણમાં પ્રવેશતા પહેલા 2000 અને 2008 ઓલિમ્પિક્સ સહિત અનેક આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ્સમાં કેનેડાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ ઉપરાંત વેપાર રાજ્ય મંત્રી જગરૂપ બ્રારે રેકોર્ડ 7મી વખત સરે-ફ્લીટવુડ બેઠક જીતી છે. પંજાબના ભટિંડામાં જન્મેલા બ્રાર ભારતીય રાષ્ટ્રીય બાસ્કેટબોલ ટીમનો ભાગ હતા. તેમની બેઠકો મેળવનારાઓમાં રાજ ચૌહાણનો સમાવેશ થાય છે, જેમણે 2005થી સતત છઠ્ઠી વખત બનર્બિી-વેસ્ટમિન્સ્ટર બેઠક જીતી છે. આ સિવાય સૌથી નાની વયના વિજેતા રવિ પરમાર છે, જે માત્ર 30 વર્ષની ઉંમરે લેંગફોર્ડ-હાઈલેન્ડની નવી સીટ પરથી જીત્યા હતા.સરે-નોર્થમાં ક્ધઝર્વેટિવ પાર્ટીના નેતા મનદીપ ધાલીવાલ સામે હારી ગયેલા શિક્ષણ પ્રધાન રચના સિંઘની હારનો મોટો અપસેટ હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકાનો ચીન પર ટેરિફનો સપાટો: 104% ટેરિફ લાગુ, વૈશ્વિક વેપાર યુદ્ધની આશંકા
April 08, 2025 10:40 PMબાંગ્લાદેશીઓ સાઉદી અરેબિયા પહોંચ્યા પરંતુ નહીં કરી શકે હજ, યુનુસની પ્રજા સાથે થયો અલગ જ ખેલ
April 08, 2025 10:31 PMSBIએ ATM વિડ્રોલના નિયમો બદલ્યા, હવે વધુ ટ્રાન્ઝેક્શન પર ચૂકવવા પડશે આટલા રૂપિયા
April 08, 2025 10:30 PMઅમદાવાદમાં કોંગ્રેસ અધિવેશનમાં પી. ચિદમ્બરમ ગરમીથી બેભાન, તબિયત સુધારા પર
April 08, 2025 09:28 PMગુજરાત પોલીસમાં બદલીઓનો દોર યથાવત, 182 PSIની બદલીના આદેશ
April 08, 2025 09:27 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech