પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં ભારતે પોતાના બનાવેલા 'આયર્ન ડોમ'નું સફળ પરીક્ષણ કર્યું છે. તે ચોથી પેઢીની શોર્ટ-રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ છે જેને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા વિકસાવવામાં આવી છે. ટેક્નિકલ ભાષામાં તેને વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ કહેવામાં આવે છે. સામાન્ય ભાષામાં તેને શોલ્ડર ફાયર્ડ એન્ટી એરક્રાફ્ટ મિસાઈલ પણ કેવામાં આવે છે
ડિફેન્સ સિસ્ટમની વિશેષતા
અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ આ ડિફેન્સ સિસ્ટમને એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે તેને ગમે ત્યાં સરળતાથી લઈ જઈ શકાય છે. તેની વિશેષતા એ છે કે તે વિમાનો, અને હેલિકોપ્ટરને પણ નીચે પાડી શકે છે. આ સિવાય તે હવાઈ હુમલાથી પણ પોતાનો બચાવ કરવામાં સક્ષમ છે.
તે પ્રતિક્રિયા નિયંત્રણ સિસ્ટમ અને સંકલિત એવિઓનિક્સ સિસ્ટમથી સજ્જ છે. રિએક્શન કંટ્રોલ સિસ્ટમ મિસાઈલને કોઈપણ દિશામાં ફેરવવામાં સક્ષમ છે. ઇમેજિંગ ઇન્ફ્રારેડ હોમિંગ સિસ્ટમ પણ ઇન્સ્ટોલ કરેલી છે. આ ટેક્નોલોજી દુશ્મનોના હવાઈ હુમલાને ટ્રેક કરવામાં મદદ કરે છે.
ડિફેન્સ સિસ્ટમની ઝડપ અને વજન
તેના ફીચર્સ અને સ્પેસિફિકેશમાં તેનું વજન 20.5 કિલો છે. લંબાઈ 6.7 ફૂટ અને વ્યાસ 3.5 ઈંચ છે. તે પોતાની સાથે 2 કિલો વજનના હથિયારો લઈ જઈ શકે છે. તેની રેન્જ 250 મીટર અને 6 કિલોમીટર સુધીની છે. ઝડપ લગભગ 1800 કિલોમીટર પ્રતિ કલાક છે. તે સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ છે. પરીક્ષણ દરમિયાન, આ મિસાઇલે તેના લક્ષ્યનો નાશ કર્યો. ગ્રાઉન્ડ બેસ્ટ મેન પોર્ટેબલ લોન્ચર સાથે આયોજિત આ ટેસ્ટમાં સેનાના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. અત્યાર સુધીમાં ત્રણ સફળ પરીક્ષણો કરવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech