જેમ જેમ 'લિબરેશન ડે' નજીક આવી રહ્યો છે, ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી બધાને અનુમાન લગાવવા પર મજબુર રહ્યા છે! યુએસ રાષ્ટ્રપતિએ 2 એપ્રિલના રોજ મોટા ટેરિફ પગલા વિશે વધુ એક ગુપ્ત સંકેત આપ્યો છે, જે સ્પષ્ટ કરે છે કે મુક્તિ મેળવવી સરળ રહેશે નહીં. ભારત અને અન્ય વૈશ્વિક ભાગીદારો મુક્તિ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે, ત્યારે ટ્રમ્પ તેમના અમેરિકા ફર્સ્ટ આર્થિક અભિયાન પર કડક વલણ અપનાવવા માટે તૈયાર છે.
આ વખતે, ટ્રમ્પે તેમના ટેરિફ ઝુંબેશમાં એક્શેપ્શન લીમીટની યોજનાનો સંકેત આપ્યો છે, જે 2 એપ્રિલના રોજ પારસ્પરિક ટેરિફ અંગેની જાહેરાત પહેલા વધુ એક રહસ્યમય સંકેત છે.
ટ્રમ્પ દ્વારા બનાવાયેલ આર્થિક એજન્ડા ટેરિફમાંથી મુક્તિ મેળવવા માટે વેપારી ભાગીદારો સંઘર્ષ કરી રહ્યા છે, ત્યારે ટ્રમ્પે સૂચવ્યું છે કે મુક્તિ મેળવવી મુશ્કેલ બનશે. ટ્રમ્પે અગાઉ સંકેત આપ્યો હતો કે તેમના પારસ્પરિક ટેરિફ અન્ય દેશોના નોન-ટેરિફ અવરોધોને દુર કરશે, પરંતુ તેમણે એ પણ સંકેત આપ્યો છે કે કેટલાક દેશોને છૂટ અથવા ઘટાડો મળી શકે છે.
અગાઉ, ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ ઘણા દેશોને છૂટ આપી શકે છે, જેનાથી રોકાણકારો અને વ્યવસાયોમાં અનિશ્ચિતતા વધી છે. સંભવિત માફી અંગેના તેમના બદલાતા વલણથી વૈશ્વિક ચર્ચાઓ શરૂ થઈ છે, જેમાં દેશો છૂટછાટો આપવા અને અમેરિકા સાથેના તેમના વેપાર સંબંધોને પ્રકાશિત કરવા આતુર છે. ટ્રમ્પે પુનરોચ્ચાર કર્યો કે હું કદાચ બદલો લેવા કરતાં વધુ ઉદાર બનીશ, કારણ કે જો હું બદલો લઈશ તો તે લોકો માટે ઘણું મુશ્કેલ બનશે.
સુત્રોના જણાવ્યા મુજબ ટ્રમ્પના આગામી પારસ્પરિક ટેરિફને ટાળવા માટે વોશિંગ્ટન સાથેના પ્રથમ તબક્કાના વેપાર કરાર હેઠળ ભારત તેની 23 અબજ ડોલરની યુએસ આયાતમાંથી અડધાથી વધુ પર ટેરિફ ઘટાડવા તૈયાર છે. એક આંતરિક વિશ્લેષણમાં, નવી દિલ્હીએ અંદાજ લગાવ્યો છે કે આવા પારસ્પરિક ટેરિફથી યુનાઇટેડ સ્ટેટ્સમાં તેની કુલ નિકાસના 87%, જે 66 બિલિયન ડોલર છે, તેને અસર થશે, આ બાબતથી વાકેફ બે સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે નવી દિલ્હી યુએસ માલ પર 5 ટકા થી 30 ટકા સુધીના કેટલાક ટેરિફમાં નોંધપાત્ર ઘટાડો અથવા નાબૂદ કરવાનું વિચારી રહી છે. ફેબ્રુઆરીમાં પીએમ મોદીની યુએસ મુલાકાત દરમિયાન વેપાર ઉકેલ તરફ કામ કરવા માટે થયેલા કરારને પગલે આ પગલું લેવામાં આવ્યું છે. ડબલ્યુટીઓના ડેટા અનુસાર, અમેરિકાનો હાલમાં ભારત સાથે 45.6 બિલિયન ડોલરનો વેપાર ખાધ છે, અને તેનો સરેરાશ 2.2 ટકા ટેરિફ ભારતના 12 ટકા કરતા ઘણો ઓછો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech