જૂતા ચોરીની પ્રથામાં વરરાજાએ રૂ.50,000 ને બદલે 5000 આપ્યા તો ખાવો પડ્યો મેથીપાક

  • April 07, 2025 12:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઉત્તર પ્રદેશના બિજનૌરથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક વરરાજાને જૂતા ચોરીની વિધિ દરમિયાન તેની સાળીને ઓછા પૈસા આપવા બદલ ભારે કિંમત ચૂકવવી પડી. પ્રાપ્ત માહિતી અનુસાર, ઉત્તરાખંડના દેહરાદૂન સ્થિત ચકરૌતા નિવાસી નિસાર અહેમદના પુત્ર મોહમ્મદ સાબીરના લગ્ન ઉત્તર પ્રદેશના બિજનૌર જિલ્લાના ગઢમાલપુર ગામના રહેવાસી ખુરશીદની પુત્રી સાથે નક્કી થયા હતા. શનિવારે દેહરાદૂનથી જાન બિજનોર પહોંચી. જે પછી લગ્નની વિધિઓ ચાલી રહી હતી. રીતિરિવાજ વચ્ચે જૂતા ચોરવાની વિધિ પણ સામે આવી.


જૂતા ચોરવાની વિધિ મુજબ સાળીએ તેના જીજાજીના જૂતા ચોર્યા. વિધિ મુજબ, સાળીએ તેના જીજાજી પાસેથી જૂતા પાછા આપવા માટે 50,000 રૂપિયાની માંગણી કરી. જોકે, વરરાજાએ ફક્ત 5000 રૂપિયા આપ્યા. ત્યારબાદ કન્યાના પરિવારની કેટલીક મહિલાઓએ વરરાજાને ભિખારી કહ્યો. આ બાબતે લગ્ન પક્ષ અને કન્યાના પરિવાર વચ્ચે ઝઘડો થયો. થોડી જ વારમાં બંને પક્ષો વચ્ચેની વાતચીત અચાનક લડાઈમાં ફેરવાઈ ગઈ. વરપક્ષના સભ્યોનું કહેવું છે કે દુલ્હન પક્ષના લોકોએ તેમને એક રૂમમાં બંધ કરી દીધા અને માર માર્યો. પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ કે લાકડીઓનો ઉપયોગ કરવામાં આવ્યો.


બીજી તરફ, કન્યા પક્ષનું કહેવું છે કે જ્યારે સાળીએ પૈસા માંગ્યા ત્યારે વરરાજાના પરિવારે કહ્યું કે તમે લોકોએ અમને દહેજમાં જે સોનાની વસ્તુ આપી છે તે વજનમાં ખૂબ જ હળવી છે. પહેરતાની સાથે જ તે તૂટી જશે. એ પછી, કન્યા પક્ષે પૂછ્યું કે તેઓ તેમની પુત્રીને પ્રેમ કરે છે કે સોનાને, જેના જવાબમાં વરરાજાના પરિવારે જવાબ આપ્યો કે તેઓ પૈસાને પ્રેમ કરે છે. પછી વરરાજાના પરિવારે દુલ્હનના પરિવારને ધમકી પણ આપી. જેના કારણે વિવાદ વધ્યો. બંને પક્ષો વચ્ચેનો વિવાદ એટલો વધી ગયો કે કોઈ અજાણ્યા વ્યક્તિએ 100 નંબર ડાયલ કરીને લડાઈ વિશે જાણ કરી.


પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બંને પક્ષોને શાંત પાડ્યા. જાનૈયાઓ અને યુવતીનો પરિવાર બિજનોરના નજીબાબાદ પોલીસ સ્ટેશન પહોંચ્યો, ત્યારબાદ પોલીસે બંને પક્ષોની વાતચીત સાંભળી અને સમગ્ર ઘટના વિષે માહિતી મેળવી. પ્રાપ્ત માહિતી અનુસાર, ઝઘડા બાદ બંને પક્ષો વચ્ચે પરસ્પર સમજૂતી થઈ ગઈ છે.


પોલીસે જણાવ્યું કે બંને પક્ષો વચ્ચે જૂતા ચોરીની વિધિને લઈને વિવાદ થયો હતો. હાલમાં સમાધાન થઈ ગયું છે. સમગ્ર બાબત અંગે વરરાજાએ કહ્યું કે સાહેબ મારું નામ મોહમ્મદ શાબિર છે. લગ્નમાં, મારી સાળીએ જૂતા ચોરવાની વિધિ તરીકે 50,000 રૂપિયા માંગ્યા તો મેં તેમને 5,000રૂપિયા આપ્યા. જેના કારણે વિવાદ ઉભો થયો. આ બાબતને કારણે મારા પરિવારના સભ્યોને એક રૂમમાં બંધ કરીને માર મારવામાં આવ્યો. માર મારવા માટે બહારથી માણસોને પણ બોલાવવામાં આવ્યા હતા.

જયારે દુલ્હનના ભાઈએ કહ્યું કે તેની બહેનના લગ્નની જાન દેહરાદૂનથી આવી હતી. છોકરાનું નામ શાબિર છે. મારી બહેનના લગ્ન પણ થઇ ગયા હતા પરંતુ જૂતા ચોરવાની વિધિ પર વિવાદ થયો. જૂતા ચોરવા બદલ અમારા તરફથી 50,000 રૂપિયાની માંગણી કરવામાં આવી હતી પરંતુ વરરાજાના પક્ષના લોકોએ શરૂઆતમાં ફક્ત 500 રૂપિયા આપ્યા અને પછીથી તેમણે બીજા 5000 રૂપિયા આપ્યા. એ પછી વરરાજાના ભાઈએ અમારા પર સોનું ફેંકી દીધું. આના પર મેં કહ્યું કે ભાઈ આનો અર્થ એ છે કે તને સોનું ગમે છે, મારી બહેન નહીં.

આ બાબતે વિવાદ થયો. જે પછી વરરાજાના ભાઈએ કહેવાનું શરૂ કર્યું કે કાલે આવ, હું કાલે કહીશ. આ બધી બાબતોને કારણે અમે અમારી બહેનને મોકલવા તૈયાર નહોતા. હાલમાં આ મામલો ઉકેલાઈ ગયો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News