મુદત વધારા સહિત અનેક પ્રકારની મહેનત કયર્િ પછી લોકમેળામાં સ્ટોલ અને પ્લોટની સંખ્યા જેટલા ફોર્મ તો આવી ગયા છે પરંતુ અનેક કેટેગરી એવી છે કે જ્યાં સ્ટોલ અને પ્લોટની સંખ્યા કરતા ઓછા અથવા તો લગભગ જેટલા જ ફોર્મ આવ્યા હોવાથી ડ્રો પદ્ધતિના બદલે ફર્મ એલોટમેન્ટ કરવામાં આવે તેવી શક્યતા છે.
આવી જ રીતે યાંત્રિક કેટેગરી સહિતની બાબતોમાં હરાજી થી પ્લોટની ફાળવણી કરવામાં આવતી હોય છે પરંતુ તેમાં પણ એવરેજ સંખ્યામાં ફોર્મ ભરાયા હોવાથી હરાજી વખતે સિન્ડીકેટ થઈ જવાની અત્યારથી જ ભીતી છે. આઇસ્ક્રીમના પ્લોટમાં માત્ર ત્રણ ફોર્મ ભરાઈને આવ્યા છે. રમકડાની કેટેગરીમાં 80 અને રાઈડમાં 88 ફોર્મ ભરાઈને આવ્યા છે. નાની ચકરડીમાં 57 મધ્યમ ચકરડીમાં 40 અને ખાણીપીણીના પ્લોટ માટે 48 ફોર્મ ભરાઈને આવ્યા છે.
રેસકોર્સના મેદાનમાં રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા આગામી તારીખ 24 થી 28 ઓગસ્ટ દરમિયાન પાંચ દિવસનો લોક મેળો યોજાશે. તેમાં ગઈકાલે ફોર્મ રજૂ કરવાનો છેલ્લો દિવસ હતો. તંત્રના અનેક પ્રયાસો પછી ગઈકાલે એક જ દિવસમાં 184 ફોર્મ ભરાઈને આવ્યા છે અને ભરાઈને આવેલા ફોમની કુલ સંખ્યા 316 થવા જાય છે.
મેળાના ઉદ્ઘાટન માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ વખતે મેળામાં લોકોની સલામતી અને ક્રાઉડ મેનેજમેન્ટને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું હોવાથી સ્ટોલ અને પ્લોટની સંખ્યામાં ઘણો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડાના કારણે તંત્રને થનારી આવકમાં મોટું ગાબડું ન પડે તે માટે ભાડા વધારો પણ કરવામાં આવ્યો છે. સાથો સાથ દરેક સ્ટોલ ધારક માટે સીસીટીવી કેમેરા રાખવાનું અને સોગંદનામુ રજૂ કરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech