ગઇકાલે ૬૨ ટીમે ૬૪૦ વિજ કનેકશનો ચેક કર્યા જેમાંથી ૧૧૮માં વિજ ચોરી પકડાઇ: ચેગા, ચંગા, મોટી ખાવડી, નવાગામ, શાપર, જામનગર તાલુકાના ગામો તેમજ દિ.પ્લોટ, શંકરટેકરી વિસ્તારમાં વ્યાપક ચેકીંગમાં રુા.૪૫.૯૮ લાખના બીલ ફટકારાયા
જામનગર પીજીવીસીએલની વર્તુળ કચેરી દ્વારા ગત સોમવારથી હાલારના બન્ને જિલ્લાઓમાં ફરીથી વિજ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં ગઇકાલે ચોથા દિવસે રુા.૪૬.૯૮ લાખની વીજ ચોરી ઝડપાઈ હતી. આમ ચાર દિવસમાં કુલ રુા.૧૬૬.૪૬ લાખની વીજ ચોરી ઝડપાઈ હતી.
જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા થોડા દિવસનાં વિરામ પછી સોમવારથી પુન: વીજ ચેકિંગ શરૂ કરી દેવાયું હતું અને આજે ચોથા દિવસે ૬૨ જેટલી ચેકિંગ ટુકડીને દોડતી કરાવાઈ હતી. જામનગર શહેરનાં દિગ્વિજય પ્લોટ અને શંકર ટેકરી સહિતનાં વિસ્તાર ઉપરાંત લાલપુર અને જામજોધપુર તાલુકાનાં તરસાઈ, સખપુર, મેવાસા, નાના ખડબા, વેરાડ, બઘલા તેમજ જામનગર તાલુકાનાં ચેલા, ચંગા, મોટી ખાવડી, નવાગામ શાપર વગેરે ગામમાં વિજ ચેકીંગ ટુકડીને ઉતારવામાં આવી હતી, અને ગઇકાલે સમગ્ર દિવસ દરમિયાન ૬૪૦ વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા હતા, જે પૈકી ૧૧૮ વિજ જોડાણમાં વિજ ચોરી થતી હોવાનું માલુમ પડયું હતું અને તેઓને ૪૫.૯૮ લાખના પુરવણી બિલો ફટકારવા માં આવ્યા છે. આમ સતત ચાર દિવસમાં કુલ રુા.૧૬૬.૯૮ લાખની વીજ ચોરી ઝડપી લેવામાં આવી છે.
જામનગરના પીજીવીસીએલના અધિક્ષક ઇજનેર જાડેજાના માર્ગદર્શન હેઠળ છેલ્લા એક મહીનાથી સતત વિજ ચોરી ઝડપાઇ રહી છે, કેટલાક ઇજનેરો સતત કાર્યવાહીથી નારાજ પણ થયા છે અને અધિક્ષક ઇજનેરની સામે બગાવતનું બુંગ્યું પણ ફુંકયું હતું, પરંતુ વિજ ચોરીને ઘ્યાનમાં લઇને પીજીવીસીએલ દ્વારા સતત વિજ ચેકીંગ કરીને જયાં-જયાં વિજ લોસ આવે છે તે વિસ્તારમાં સતત ડ્રાઇવ કરીને ચેકીંગ કરવામાં આવે છે, દોઢ કરોડથી ઉપર વિજ ચોરી પકડવા તંત્ર સફળ થયું છે, આગામી દિવસોમાં હજુ પણ જામનગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં સતત ચેકીંગ કરવામાં આવશે, જે રીતે ગઇકાલે ૬૨ ટીમોએ એસઆરપી અને પોલીસ જવાનોને સાથે રાખીને ચેકીંગ કરતા વિજ ચોરોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. આમ પીજીવીસીએલ દ્વારા ચાર દિવસમાં ૧.૬૬ કરોડની વિજ ચોરી પકડી પાડવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech