પાકિસ્તાનમાં બલૂચિસ્તાન બાદ હવે વધુ એક રાયમાં વિદ્રોહની આગ ભડકી રહી છે. ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના નેતા અને ખૈબર–પખ્તૂનખ્વાના મુખ્યમંત્રી અલી અમીન ગંડાપુરે ખુલ્લેઆમ દેશ સામે વિદ્રોહની જાહેરાત કરી છે. ગંડાપુરે કહ્યું કે, હવે ક્રાંતિ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. રાવલપિંડીમાં પોલીસ અને પીટીઆઈ કાર્યકર્તાઓ વચ્ચે થયેલી અથડામણ બાદ તેમણે કહ્યું કે, હવે ગોળીઓનો જવાબ ગોળીથી,અને લાકડીનો જવાબ લાકડીથી આપવામાં આવશે.
ગંડાપુરે રવિવારે કહ્યું હતું કે, 'જો કોઈ હવે ગોળીબાર કરવાનું શ કરશે તો તેના પર ગોળી મારવામાં આવશે. જો તમે એક ગોળી ચલાવો તો અમે ૧૦ ગોળી ચલાવીશું. તેમને કહ્યું કે, 'આ છેલ્લી ચેતવણી છે.' રવિવારે એક નિવેદનમાં પીટીઆઈ નેતા ગંડાપુરે દાવો કર્યેા હતો કે, તેમના ત્રણ કાર્યકરો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. એક કામદારનો પત્તો લાગ્યો નથી. તેમણે કહ્યું કે, દર ત્રણ કિલોમીટરે અમારા પર શેલ અને ગોળીઓ છોડવામાં આવી હતી, જેમાં પીટીઆઈના ૫૦ થી વધુ કાર્યકરો ઈજાગ્રસ્ત થયા હતા.
રાવલપિંડીમાં પાકિસ્તાન તહરીક–એ–ઈન્સાફ (પીટીઆઈ)ના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવાથી તેમને રોકવામાં આવ્યાના એક દિવસ બાદ ગંડાપુરે પેશાવરથી એક વીડિયો સંદેશમાં આ વાત કહી છે. રેલીમાં ભાગ લેવા જઈ રહેલા ગંડાપુર રસ્તામાં જ અટવાઈ ગયા હતા, કારણ કે પોલીસે બુરહાન ઈન્ટરચેન્જ પર કન્ટેનર મૂકીને રસ્તો રોકી દીધો હતો.
ઈમરાન ખાનના આહ્વાન પર પીટીઆઈના વિરોધીઓએ શનિવારે રાવલપિંડીમાં એક વિશાળ પ્રદર્શન કયુ હતું, યાં પોલીસ સાથે ઉગ્ર અથડામણ થઈ હતી અને શહેર યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયું હતું. ગંડાપુરે બાદમાં પ્રદર્શનને સમા કરવા અને પેશાવર પાછા ફરવાનું કહ્યું, જેનો વિરોધીઓએ ઇનકાર કર્યેા હતો. બાદમાં પીટીઆઈ નેતા આઝમ સ્વાતિની અપીલ પર વિરોધીઓ પીછેહઠ કરી ગયા હતા.
રાવલપિંડીમાં વિરોધ પ્રદર્શન બાદ સીએમ ગંડાપુરે મોડી રાત્રે એક વીડિયો સંદેશ જાહેર કર્યેા અને કહ્યું કે, તેમની સાથે ખોટું કરવામાં આવ્યું છે. તેમની ગોપનીયતાનો ભગં કરવામાં આવ્યો હતો. તેમને દાવો કર્યેા હતો કે, વિરોધ પ્રદર્શન દરમિયાન તેના પર ગોળીઓ અને શેલ છોડવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, પંજાબ પોલીસ દર ત્રણ કિલોમીટરના અંતરે શેલ અને ગોળીઓ છોડતી રહી. ત્રણ કાર્યકર્તાઓને ગોળી વાગી હતી અને ૫૦ થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech