રાજયભરમાં રોડ અને રસ્તાની હાલત ખૂબ જ ખરાબ છે ત્યારે રાજકોટ જિલ્લ ાના ઔધોગિક શહેર જેતપુરના પણ રોડ અને રસ્તા જાણે કે ખાડા ખબડાના જ રસ્તા હોય તેવી હાલત જેતપુરથી રાજકોટ તરફ જવાના મુખ્ય રોડની જોવા મળી રહી છે, અહીંથી પસાર થવું એટલે કે જાણે ડ્રાઇવીંગ લાયસન્સ માટે ટેસ્ટ આપતા હોય તે રીતે ખાડા ખબડાથી બચવા વાહન ચાલકોને વળાંક લેવા પડે છે છતાં પણ વાહન તો ખાડામાં જ પડે.
જેતપુર શહેર જેમાં બે છાંટા વરસાદ પડે એટલે રસ્તા રસ્તા પરથી રોડ દૂર થઈ ગયો હોય અને એકાદ રસ્તાનો ભાગ નજરે પડે છે તેમાં રાજકોટથી જેતપુર શહેરમાં ભારે વાહનોને અવરજવર કરવાનો એકમાત્ર માર્ગ એટલે નવાગઢનો માર્ગ આ રોડ દરવર્ષે સામાન્ય વરસાદમાં પણ ધોવાય જાય છે. જેના કારણે આ રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોની હાલત અતિ દયનિય બની જાય છે. વાહન ચાલકોને ખાડા ખબડાના પ્રદેશમાં આવી ગયા હોય તેવો અહેસાસ થાય છે. આ રોડ ઉપર એક ફટથી લઈને બે ફટ ઐંડા અને પાંચ ફટ સુધીના પહોળાઈ ધરાવતા ખાડા પડી ગયા છે જેના કારણે વાહનોની કમાન અને ચાલકો તેમજ મુસાફરોની કમર ભાંગી જાય તેવો અહેસાસ થાય છે.
સાથે જ આ રોડ ઉપર રેલ્વેનો અન્ડરબ્રીજ આવેલ છે જેમાં વરસાદી પાણીનો નિકાલ ન હોવાથી છાંટા વરસાદમાં પણ અન્ડરબ્રિજમાં પાણી ભરાય જાય છે જેના કારણે વાહનો બધં પડી જાય છે અને અન્ડરબ્રીજમાં મસમોટા ખાડા પડી ગયા છે જેના કારણે વાહનો ખૂબ ધીમેથી ચલાવવા પડતા હોય ટ્રાફિક જામની પણની સમસ્યા સર્જાય છે. જેથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે હાલ પૂરતું મસમોટા ખાડાઓનું રીપેરીંગ અને ચોમાસા બાદ નવો રોડ બનાવવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech