ઈરાકની સરકાર દેશના લ કાયદામાં સુધારો કરવા જઈ રહી છે, જેના હેઠળ છોકરીઓના લની કાયદેસર ઉંમર ૧૮ વર્ષથી ઘટાડીને ૯ વર્ષ કરવામાં આવશે, જેનાથી પુષો નાની ઉંમરની છોકરીઓ સાથે લ કરી શકશે. સૂચિત કાનૂની ફેરફાર મહિલાઓને છૂટાછેડા, બાળ સંભાળ અને વારસાના અધિકારોથી પણ વંચિત કરે છે. ઢિચુસ્ત શિયા મુસ્લિમ પક્ષોના ગઠબંધન દ્રારા પ્રભુત્વ ધરાવતી ઇરાકની સંસદ દેશના વ્યકિતગત દરાના કાયદાને ઉથલાવી નાખે તેવા સુધારા પર મતદાન કરવાની તૈયારી કરી રહી છે.
જૂનો કાયદો કાયદો ૧૮૮ તરીકે પણ ઓળખાય છે અને તેને ૧૯૫૯માં રજૂ કરવામાં આવ્યો હતો. તે સમયે તે મધ્ય પૂર્વના સૌથી પ્રગતિશીલ કાયદાઓમાંનો એક માનવામાં આવતો હતો. આ કાયદાએ ધાર્મિક સંપ્રદાયને લગતી બાબતો સહિત ઇરાકી પરિવારોની બાબતોને સંચાલિત કરવા માટે સંખ્યાબધં નિયમો પ્રદાન કર્યા છે. જૂનો નિયમ અબ્દુલ કરીમ કાસિમ સરકારે બનાવ્યો હતો. કાસિમની ઓળખ એક પ્રગતિશીલ ડાબેરી તરીકે કરવામાં આવી હતી, જેમના સમય દરમિયાન ઘણા મોટા ફેરફારો લાવવામાં આવ્યા હતા. જેમાંથી એક હતો છોકરીઓના લ ૧૮ વર્ષની થાય પછી જ કરવામાં આવે. લની કાયદેસરની ઉંમર ઘટાડવાની સાથે, નવો સુધારો છૂટાછેડા, બાળ સંભાળ અને વારસાના મહિલાઓના અધિકારોને પણ ખતમ કરી દેશે.
શાસક ગઠબંધનનું કહેવું છે કે આ પગલું તેના ઇસ્લામિક કાયદાના કડક અર્થઘટનને અનુપ છે અને તેનો હેતુ યુવાન છોકરીઓને અનૈતિક સંબંધોથી બચાવવાનો છે. કાયદા ૧૮૮માં સુધારાનો બીજો ભાગ ૧૬ સપ્ટેમ્બરે પસાર કરવામાં આવ્યો હતો. આ પહેલીવાર નથી યારે ઇરાકમાં શિયા પક્ષોએ વ્યકિતગત સ્થિતિ કાયદામાં સુધારો કરવાનો પ્રયાસ કર્યેા હોય. ૨૦૧૪ અને ૨૦૧૭માં ઇરાકી મહિલાઓના આક્રોશને કારણે તેને બદલવાના પ્રયાસો નિષ્ફળ ગયા.
ચેથમ હાઉસના સિનિયર રિસર્ચ ફેલો ડો. રેનાડ મન્સૂરે જણાવ્યું હતું કે ગઠબંધન પાસે હવે મોટી સંસદીય બહત્પમતી છે અને તેઓ આરામથી સુધારો પસાર કરી શકે છે. ડો રેનાડે જણાવ્યું હતું કે સૂચિત સુધારો શિયા ઇસ્લામી જૂથો દ્રારા તેમની શકિતને એકીકૃત કરવા અને કાયદેસરતા મેળવવાની રાજકીય ચાલનો એક ભાગ છે. તેમણે કહ્યું કે હજુ સુધી એ સ્પષ્ટ્ર નથી કે સંસદમાં મતદાન માટે સુધારો બિલ કયારે આવશે પરંતુ તે ગમે ત્યારે આવી શકે છે.
નિષ્ણાતો અને કાર્યકર્તાઓ કહે છે કે આ સુધારો મહિલાઓ, છોકરીઓ અને ઇરાકના સામાજિક ફેબ્રિક પર હત્પમલો છે જે અસરકારક રીતે મહિલાઓના સૌથી મહત્વપૂર્ણ અધિકારોને દૂર કરશે. હ્યુમન રાઇટસ વોચના ઇરાકના સંશોધક સારાહ સનબરે જણાવ્યું હતું કે સુધારો માત્ર આ અધિકારોને નબળા બનાવશે નહીં પણ તેને દૂર કરશે. આંતરરાષ્ટ્ર્રીય માનવાધિકાર કાનૂની સલાહકાર અને મોડેલે ધ ટેલિગ્રાફને જણાવ્યું હતું કે તેણીને ડર હતો કે ઇરાકની શાસન પ્રણાલીને નવી સિસ્ટમ દ્રારા બદલવામાં આવશે. આ એ જ સિસ્ટમ છે જે અફઘાનિસ્તાન અને ઈરાનની ગવર્નન્સ સિસ્ટમ્સ હેઠળ છે, યાં આશ્રયદાતા ન્યાયશાક્રી દેશના સર્વેાચ્ચ નેતા તરીકે સેવા આપે છે.
ઇરાકમાં પહેલાથી જ બાળ લનું પ્રમાણ ઐંચુ છે. યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફડં (યુનિસેફ) અનુસાર, ઇરાકમાં ૨૮ ટકા મહિલાઓના લ ૧૮ વર્ષની ઉંમર સુધીમાં થઈ જાય છે. આ વ્યકિતગત કાયદામાં છટકબારીને કારણે છે જે દર વર્ષે હજારો લો કરવા માટે કોર્ટને બદલે ધાર્મિક નેતાઓને મંજૂરી આપે છે. જેમાં પિતાની પરવાનગીથી ૧૫ વર્ષ સુધીની છોકરીઓના લ પણ સામેલ છે.
આ અનરજિસ્ટર્ડ લો ઇરાકના આર્થિક રીતે ગરીબ, અતિ–ઢિચુસ્ત શિયા સમુદાયોમાં વ્યાપકપણે પ્રચલિત છે. આ લોને કાયદા દ્રારા માન્યતા ન હોવાથી છોકરીઓ અને તેમના બાળકો ઘણા અધિકારોથી વંચિત રહે છે. ઉદાહરણ તરીકે, હોસ્પિટલો મેરેજ સર્ટિફિકેટ વિના મહિલાઓને ડિલિવરી માટે દાખલ કરવાની ના પાડી શકે છે.
હ્યુમન રાઈટસ વોચના જણાવ્યા અનુસાર, આ સુધારો આ ધાર્મિક લોને કાયદેસર બનાવશે, નાની છોકરીઓને જાતીય અને શારીરિક હિંસાનું જોખમ વધારે છે અને તેમને શિક્ષણ અને રોજગારથી વંચિત કરશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech