દ્વારકા, જામનગર, ભાટીયા, કલ્યાણપુર,ભાણવડ સહિતના મથકોમાં પરોઢીયે કમોસમી વરસાદ : હજુ બે દિવસ માવઠાની આગાહી
મહા મહિનાના ઉતરાર્ધમાં સમગ્ર હાલારમાં આજે પરોઢીયે કમોસમી વરસાદ પડયો છે, ખાસ કરીને દ્વારકા પંથકમાં કડાકા ભડાકા સાથે દિ ઉગ્યા પહેલા જ વરસાદ આવતા સમગ્ર શહેરની શેરીઓમાં પાણી વહેતા થયા હતા, જયારે જામનગરમાં છાંટા પડયા હતા, ભાટીયા, કલ્યાણપુર, ભાણવડ સહિતના મથકોમાં પણ સવારે વરસાદ પડયો છે. હવામાન ખાતા દ્વારા હજુ બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે જેને સમગ્ર હાલારના ખેડુતોમાં ચિંતાની લાગણી પ્રસરી જવા પામી છે. ખાસ કરીને ખેતરોમાં ઉભા પાકને નુકશાન તેમજ ખેતરમાં રહેલો પાક પલળી જવાની ચિંતા વ્યાપી છે.
દ્વારકામાં સવારે અડધો ઈંચ જ્યારે ખંભાળિયા, લાલપુર, ભણગોર, કલ્યાણપુર સહિતના વિસ્તારોમાં ઝાપટા પડ્યાં હતાં.
કમોસમી વરસાદી વાતાવરણ વચ્ચે ક્ધટ્રોલ રુમના જણાવ્યા અનુસાર લઘુત્તમ તાપમાન ૨૨ ડીગ્રી, મહતમ તાપમાન ૩૦.૫ ડીગ્રી નોંધાયુ હતું. આજે ભેજનું પ્રમાણ ૮૩ ટકા અને પવનની ગતિ ૪૦ થી ૪૫ કિ.મી. પ્રતિકલાક રહેવા પામી છે.
આજે ત્રેવડી ઋતુના કારણે લોકો ઠંડી તથા ગરમી તથા વરસાદી વાતાવરણ વચ્ચે ઘરે ઘરે શરદી, ઉધરસ, તાવના કેસો જોવા મળી રહયા છે. કાલાવડ, ધ્રોલ, જોડીયા, ફલ્લા, ખંભાળીયા, લાલપુર, જામજોધપુર સહિતના ગામોમાં ત્રેવડી ઋતુના કારણે માંદગીનો માહોલ જોવા મળી રહયો છે જેને લીધે જામનગરની જી.જી. હોસ્પીટલ તથા ખાનગી હોસ્પીટલોમાં દર્દીઓનો ઘસારો જોવા મળી રહયો છે.
ગઇકાલ કરતા આજે મહતમ તાપમાનમાં ૬ ડીગ્રી ડાઉન થયુ છે અને પવનની ગતી પણ મંદ પડી છે, ભેજમાં પણ વધારો થવા પામ્યાો છે, સવારે ૧૦ થી સાંજના ૬ દરમ્યાન ગરમીનો માહોલ જોવા મળી રહયો છે, ગઇકાલે આખો દિવસ ભારે પવન ફુંકાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech