રૂ. 3,500 ની લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપી લીધો
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે સરકારની મનરેગા યોજનામાં બાકી ચુકવણી સંદર્ભ આસામી પાસેથી રૂપિયા 3,500 ની લાંચ લેતા કરાર આધારિત આસિસ્ટન્ટ વર્ક મેનેજર ઝડપાઈ ગયો હતો.
આ સમગ્ર પ્રકરણ અંગે સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ સરકારની રોજગાર અર્થની મનરેગા યોજનાની વિવિધ આશરે 266 યોજનાઓ પૈકી વાઢીયું ઘાસની વાવણી કરવા માટે એક આસામી દ્વારા ઓનલાઈન ફોર્મ ભરવામાં આવ્યું હતું. જે અંતર્ગત સરકાર દ્વારા રૂપિયા 23,000 ની રકમ મંજૂર કરાઈ હતી. જે પૈકી રૂ. 14,000 ની રકમ અરજદારને મળી ગઈ હતી. જ્યારે બાકી રહેતા રૂ. 9,000 ની ચુકવણી માટે અરજદાર પાસેથી ભાણવડ તાલુકા પંચાયતમાં આસિસ્ટન્ટ વર્ક મેનેજર કરાર આધારિત તરીકે કામ કરતા મિહિર વી. બારોટ દ્વારા રૂ. 3,500 ની માંગણી કરવામાં આવી હતી.
લાંચની આ રકમ અરજદાર આપવા માંગતા ન હોવાથી તેમણે એન્ટી કરપ્શન બ્યુરો વિભાગનો સંપર્ક કર્યો હતો. જેને અનુલક્ષીને રાજકોટ એ.સી.બી. એકમના ઇન્ચાર્જ મદદનીશ નિયામક કે.એચ. ગોહિલના વડપણ હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લા એ.સી.બી. પી.આઈ. એસ.સી. શર્મા દ્વારા આ અંગે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં ગઈકાલે શુક્રવારે સવારે ભાણવડમાં જકાતનાકા પાસે આવેલી દ્વારકાધીશ પાન નામની દુકાન નજીક આરોપી મિહિર બારોટને ફરિયાદી પાસેથી રૂ. 3,500 ની લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યો હતો. આ બનાવે ભાણવડ સાથે જિલ્લાભરના સરકારી કર્મચારીઓમાં ભારે ચર્ચા જગાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech