બ્રોકરેજર્સ માને છે કે જો ભારતીય જનતા પાર્ટી ચાલી રહેલી લોકસભા ચૂંટણીમાં ૨૭૨ બેઠકોના હાફવે માર્કને પાર કરવામાં નિષ્ફળ જાય તો બજારોમાં તીવ્ર વેચવાલી જોવા મળી શકે છે. જો કે, મોટાભાગના દલાલો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભાજપ ૩૦૦ સીટનો આંકડો પાર કરે તેવી અપેક્ષા રાખે છે, ગઠબંધન નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ ૩૩૦ થી ૩૪૦ સીટો વચ્ચે જીતવાનો અંદાજ ધરાવે છે.
ફિલિપકેપિટલે મંગળવારે એક નોંધમાં જણાવ્યું હતું કે, જો બીજેપી બહુમતી મેળવી શકતી નથી પરંતુ પીએમ તરીકે મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર બનાવે છે, તો તે ઇકિવટીમાં તીવ્ર વેચવાલી તરફ દોરી શકે છે. મોદીના નેતૃત્વમાં આગામી પાંચ વર્ષ માટે સ્થિર જોડાણ ધારણ કરીને, અમે તીવ્ર કરેકશન પર ઇકિવટી ખરીદવાની ભલામણ કરીશું. અમે નોન એનડીએ સરકાર સત્તામાં આવવાની કોઈ શકયતા જોતા નથી.
બેન્ચમાર્ક નેશનલ સ્ટોક એકસચેન્જ નિટી ૫૦ તેના માર્ચના નીચલા સ્તરથી ૪.૬ ટકા વધ્યો છે. દરમિયાન, નિટી મિડકેપ ૧૦૦ અને નિટી સ્મોલકેપ ૧૦૦ સૂચકાંકો માર્ચમાં તેમના સંબંધિત ૨૦૨૪ ની નીચી સપાટીથી ૧૫ ટકા અને ૨૦ ટકા વધ્યા છે. નિષ્ણાતો માને છે કે વર્તમાન સ્તરે બજાર ભાજપની જીત માટે ભાવ નિર્ધારિત કરી રહ્યું છે.
ઇન્વેસ્ટેક ઇન્ડિયાના સંસ્થાકીય ઇકિવટીના વડા મુકુલ કોચરે બિઝનેસ સ્ટાન્ડર્ડને જણાવ્યું હતું કે, જો ભાજપ ૩૦૩ થી વધુ બેઠકો મેળવે છે – જે સંખ્યા તેઓ ૨૦૧૯ માં જીતી હતી – તે પક્ષ માટે રાષ્ટ્ર્રીય પ્રવેશમાં વધારો સૂચવે છે, જેની સાથે દક્ષિણ અને પૂર્વમાં મજબૂત પ્રદર્શન થવાની સંભાવના છે. આનાથી ભાજપ પાંચ વર્ષની સ્થિર મુદત માટે સુયોજિત થશે, જેનાથી તેઓ તેમના આર્થિક કાર્યસૂચિને આગળ વધારી શકશે અને ઇકિવટી માર્કેટ માટે સાધારણ સકારાત્મક ટિ્રગર બનશે. ૨૭૨નો સંપૂર્ણ બહત્પમતીનો આંકડો છે. યારે ૨૭૨ થી ઉપરનો કોઈપણ આંકડો ભાજપને આગામી પાંચ વર્ષ માટે સ્થિર પ્લેટફોર્મ પ્રદાન કરશે, ૩૦૩થી નીચેનો આંકડો સૂચવે છે કે ભાજપ સંભવત: ટોચે પહોંચી ગયું છે. આવા પરિણામ બજારને નિરાશ કરી શકે છે. તેનાથી પણ મોટી નિરાશા એ ગઠબંધન સરકાર હશે જેમાં એક પણ પક્ષ બહત્પમતી ધરાવતો નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પના ટેરિફની અસર, અમેરિકી શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો, ડાઉ જોન્સમાં 1450 પોઇન્ટનો ઘટાડો
April 04, 2025 10:42 PMસુરતમાં જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર, આવતીકાલે સજા
April 04, 2025 09:19 PMવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech