રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં ગત સોમવારે એકસાથે મહાપાલિકા, માર્ગ–મકાન વિભાગ તથા શહેર પોલીસના બી પીઆઈ મળીને છને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. જેમાંથી હાલના તબક્કે ચાર સામે કોઈ કાર્યવાહી નથી થઈ અને તેઓને મુકત કરી દેવામાં આવ્યા છે. જો આ ચારેય કર્મચારી અિકાંડમાં દોષિત નહોતા તો તેમને બરતરફ શા માટે કર્યા હતા? તપાસના નામે આરંભે પગલા લેવામાં ઉતાવળ કરી નાંખી હતી કે ચારેય વિરુદ્ધ કોઈ પૂરાવા ન મળતા હાલ તુર્ત સસ્પેન્શન સિવાય કોઈ કાર્યવાહી તપાસનીશ સીટને ઉચિત લાગી નથી?
તા.૨૫ને શનિવારના રોજ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સોમવારે સવારે ગાંધીનગરથી છૂટેલા આદેશ મુજબ માર્ગ–મકાન વિભાગના બે ઈજનેર પારસ કોઠિયા તથા સુમાને તેઓ દ્રારા ગેમ ઝોનમાં બાંધકામ સ્ટ્રકચરની તપાસની બેદરકારી દાખવાઈ હોવાના મામલે સસ્પેન્ડ કરી દીધા હતા. આ જ રીતે મહાપાલિકાના આસિ. ટાઉન પ્લાનર ગૌતમ જોષી તેમજ ઈજનેર જયદીપ ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેઓએ ગેરકાયદે બાંધકામ ઉભું હતું છતાં ડિમોલીશન કે આવી કાર્યવાહી કરવાની દરકાર ન લીધી હોવાનું તારણ નિકળ્યું હતું. યારે શહેર પોલીસના ૨૦૨૩ વખતના પીઆઈ વી.આર. પટેલ અને એન.આઈ. રાઠોડને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. એ સમયે લાઈસન્સનો અભિપ્રાય આપતી વેળાએ પીઆઈ પટેલ દ્રારા ફાયર એનઓસી જેવા જરૂરી કાગળોની ચકાસણી કરાઈ નહોતી અને લાઈસન્સ બ્રાંચના પીઆઈ એન.આઈ. રાઠોડ દ્રારા તાલુકા પોલીસના પીઆઈ પટેલ તરફથી આવેલા અભિપ્રાયમાં દસ્તાવેજી પૂરાવાઓની પૂર્તતા કે ચકાસણી કરી નહોતી અને ફાઈલ એડિશનલ પોલીસ કમિશનર તરફ મોકલી આપતા આ ગેમ ઝોનને ટિકિટ વહેંચણીનું લાઈસન્સ પોલીસ તરફથી ઈશ્યુ થયાનું બેદરકારીનું કારણ દર્શાવાયું હતું.
બનાવની નોંધાયેલી ફરિયાદ સંદર્ભે તપાસનીશ ક્રાઈમ બ્રાંચની ટીમ દ્રારા ગેમ ઝોનના સંચાલકો, કામ કરનારાઓ અને માલિકને પકડા બાદ બાંધકામ ન તોડવાની બેદરકારી કરનાર પૂર્વ ટીપીઓ એમ.ડી.સાગઠિયા તેમની સાથેના મુકેશ મકવાણા અને ગૌતમ જોષી તથા ફાયર સ્ટેશન ઓફિસર વિગોરાની ધરપકડ કરી હતી. એકાદ અઠવાડિયા સુધી માર્ગ–મકાન વિભાગના બન્ને સસ્પેન્ડેડ ઈજનેર અને બન્ને સસ્પેન્ડેડ પીઆઈની પૂછપરછ કરાતી હતી. અંતે આ ચારેયને મુકિત આપી દેવામાં આવી હતી. સીટ દ્રારા રજૂ થયેલા પ્રાથમિક અહેવાલના આધારે સસ્પેન્ડ કરાયા હતા કે ફટાફટ કાર્યવાહી ચાલી રહી છે કોઈને નહીં છોડાય તેવું દર્શાવવા માટે આ નાના અધિકારીઓની વણવિચારી ઉતાવળ સાથે સસ્પેન્ડ કરી દેવાયા હશે? જો આ અધિકારીનો કોઈ દોષ ન હોય તો તેઓને આ સસ્પેન્શનની સજા પણ અયોગ્ય કહેવાય. અંતે તો બધુ સત્તાવાહકોના હાથમાં હોય છે તેઓ જ કોણ દોષિત અને કોણ નિદર્ોષ તેવું નક્કી કરે એ મુજબ તપાસ કરતા હોય છે.
હાલના તબક્કે જે અધિકારીઓને પકડવામાં આવ્યા છે તેઓ પણ કલાસ–૨ કેડર સુધીના જ છે. તેને લઈને નાના કર્મચારીઓમાં એવો ગણગણાટ છે કે અંતે કાયદાની ચંૂગાલમાં ફસાવવાનું નાનાઓને જ આવે છે. નાનાને સજા અને મોટાને મજા જેવો માહોલ બની રહ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech