મુખ્યમંત્રીનું સત્તાવાર નિવાસસ્થાન ’વષર્’િ બંગલો ઘણા દિવસોથી મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં ચચર્નિો વિષય બન્યો છે. મુખ્યમંત્રી તરીકે શપથ લીધા પછી, દેવેન્દ્ર ફડણવીસ હજુ સુધી મુખ્યમંત્રી નિવાસસ્થાનમાં રહેવા ગયા નથી. શિવસેના (યુબીટી) નેતા સંજય રાઉતે મુંબઈના મલબાર હિલ વિસ્તારમાં સ્થિત વષર્િ બંગલા અંગે એક સનસનાટીભર્યો દાવો કર્યો છે. રાઉતે દાવો કર્યો હતો કે વષર્િ બંગલામાં કોઈએ કાળો જાદુ કર્યો છે અને તેથી સીએમ ફડણવીસ ફરીથી આ બંગલામાં જવા માંગતા નથી.
દરમિયાન, આ અંગે દેવેન્દ્ર ફડણવીસનું નિવેદન બહાર આવ્યું છે. ફડણવીસે એવા દાવાઓને નકારી કાઢ્યા હતા કે તેઓ અંધશ્રદ્ધાને કારણે દક્ષિણ મુંબઈમાં આવેલા સત્તાવાર મુખ્યમંત્રી નિવાસસ્થાનમાં રહેવા જઈ રહ્યા નથી અને કહ્યું હતું કે તેઓ તેમની પુત્રીની બોર્ડ પરીક્ષાઓ પૂર્ણ થયા પછી ત્યાં જશે. રાઉતના દાવા પર, ફડણવીસે કહ્યું, આવા પાયાવિહોણા દાવાઓ પર મારા સ્તરનો વ્યક્તિ પ્રતિક્રિયા આપવાનું પણ જરૂરી માનતો નથી.
ફડણવીસનો ખુલાસો શિવસેનાના સંસદ સંજય રાઉતના નિવેદનના કેટલાક સમય બાદ આવ્યું છે જેમાં તેમને કહ્યું હતું કે એકનાથ શિંદેની કામાખ્યા મંદિરની મુલાકાત દરમિયાન ગુવાહાટીમાં જે ભેંસોની બળી ચઢાવવામાં આવી તેના શિંગડા મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાન ’વષર્’િના પરિસરમાં દાટી દેવામાં આવ્યા હતા, જેથી મુખ્યમંત્રી પદ પર શિંદે સિવાય બીજા કોઈને ન મળે.
શિંદે કેમ્પમાં દરેક વ્યક્તિ લીંબુ સમ્રાટ છે. સાંભળવા મળે છે કે ભાજપ છાવણીમાં એવી ચચર્િ છે કે કામાખ્યા દેવીની બળી માટે કાપવામાં આવેલ ભેંસના શિંગડાને વષર્િ બંગલાની બહાર લોનમાં ખાડામાં દાટી દેવામાં આવ્યા છે. તેના પોતાના લોકો જ આ કહી રહ્યા છે. રાઉતે આગળ કહ્યું, આ સાચું છે કે ખોટું? અમે અંધશ્રદ્ધામાં માનતા નથી, પણ અંધશ્રદ્ધા નાબૂદી કાયદામાં માનનારા લોકો છીએ. કામાખ્યા મંદિરમાં એક ભેંસનું બલિદાન આપવામાં આવ્યું હતું. તેના શિંગડામાં તંત્ર-મંત્ર હતા, તેને ત્યાંથી લાવવામાં આવ્યા હતા અને અહીં દફનાવવામાં આવ્યા હતા જેથી મુખ્ય પ્રધાનપદ બીજા કોઈને ન મળે. ત્યાંનો સ્ટાફ પોતે જ આ કહી રહ્યો છે.
ઉદ્ધવ ઠાકરે સામે બળવો કરીને અને ભાજપ સાથે હાથ મિલાવ્યા બાદ શિંદે જૂન 2022માં રાજ્યના મુખ્યમંત્રી બન્યા. તેઓ નવેમ્બર 2024 સુધી મુખ્યમંત્રી રહ્યા, પરંતુ વિધાનસભા ચૂંટણી પછી, ફડણવીસે ત્રીજી વખત મુખ્યમંત્રી પદ સંભાળ્યું. ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં મુખ્યમંત્રી પદ સંભાળ્યું હોવા છતાં, ફડણવીસ હાલમાં ’સાગર’ બંગલામાં રહે છે. રાઉતના દાવાઓને નકારી કાઢતા ફડણવીસે કહ્યું, એકનાથ શિંદે ’વષર્’િ બંગલો ખાલી કરે પછી હું ત્યાં જઈશ. કેટલાક નાના સમારકામ પણ કરવામાં આવી રહ્યા છે. દરમિયાન, મારી પુત્રી (જે ધોરણ 10 માં છે) એ વિનંતી કરી કે અમે તેની પરીક્ષા પછી જ ત્યાં શિફ્ટ થઈએ. તેથી જ હું હજુ સુધી ત્યાં શિફ્ટ થયો નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech