રાજકોટ લોકસભા બેઠકના રસાકસી ભર્યા ચુંટણી જંગમાં મતદાન વધારવા સતત પ્રયાસો કરવા છતાં મતદાન ઘટું છે. સરેરાશ મતદાન તો ઘટું જ સાથે સાથે પુષોની સરખામણીએ મહિલાઓનું મતદાન પણ ઘટું છે. દરમિયાન રાજકોટ મહાપાલિકાના રાજકીય સૂત્રોમાંથી લોકસભા બેઠકમાં મ્યુનિસિપલ વોર્ડવાઇઝ થયેલા મતદાનની પ્રા વિગતો અનુસાર સૌથી વધુ ૬૨.૯૫ ટકા મતદાન વોર્ડ નં.૧૧ નાનામવા વિસ્તારમાં થયું છે અને સૌથી ઓછું ૫૪.૨૦ ટકા મતદાન વોર્ડ નં.૧૮ કોઠારીયામાં થયું હોવાનું સામે આવ્યું છે.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાના રાજકીય સુત્રોમાંથી પ્રા વિગતો મુજબ પશ્ચિમ રાજકોટ વિધાનસભા મત વિસ્તાર હેઠળના અમિનમાર્ગ અને કાલાવડ રોડ વિસ્તારને સમાવિષ્ટ્ર કરતા વોર્ડ નં.૮, યુનિવર્સીટી રોડ, સાધુ વાસવાણી રોડ અને ૧૫૦ ફટ રિંગ રોડને સમાવિષ્ટ્ર કરતા વોર્ડ નં.૯, કાલાવડ રોડ, યુનિવર્સીટી રોડ, નિર્મલા રોડ અને ૧૫૦ ફટ રિંગ રોડને સમાવિષ્ટ્ર કરતા વોર્ડ નં.૧૦ તેમજ નાના મવા મેઇન રોડ, નાના મવા ગામતળ, જીવરાજ પાર્ક, અંબિકા ટાઉનશીપ રોડ તેમજ મવડીના અમુક વિસ્તારોને સમાવિષ્ટ્ર કરતા વોર્ડ નં.૧૧ સહિતના વિસ્તારોમાં ભાજપને મોટી લીડ મળવાની આશા છે. યારે મધ્ય રાજકોટ ઉપરાંત પૂર્વ રાજકોટ તેમજ દક્ષિણ રાજકોટમાં કોઠારીયા રોડ ઉપરના ત્રણ વોર્ડમાં લીડમાં ઉથલપાથલ થવાની શકયતા જાણકારો વ્યકત કરી રહ્યા છે. એકંદરે કોણે, કયાં, કેવી અને કેટલી કામગીરી કરી, કેટલું મતદાન થયું તેનું પોલિટિકલ પોસ્ટમોર્ટમ શ થયું છે. પરિણામ બાદ મોટા રાજકીય ફેરફારો આવશે તેવો ગણગણાટ પણ મહાપાલિકાના રાજકીય વર્તુળોમાં શ થયો છે
૬૮–પૂર્વ રાજકોટ વિધાનસભા વિસ્તારમાં ૫૭.૮૮ ટકા મતદાન
૬૮–રાજકોટ પૂર્વ વિધાનસભા મત વિસ્તારમાં ૧૫૯૫૭૫ પુરૂષ મતદારો, ૧૪૪૩૧૩ મહિલા મતદારો તેમજ ૯ અન્ય મતદારો મળીને કુલ ૩૦૩૮૯૭ મતદારો નોંધાયેલા છે. જેમાંથી ૯૯૮૫૧ પુષ મતદારો, ૭૬૦૫૫ મહિલા મતદારો અને અન્ય બે મળીને કુલ ૧૭૫૯૦૮ મતદારોએ મતદાન કયુ છે. આમ પુષોનું ૬૨.૫૭ ટકા, ક્રીઓનું ૫૨.૭૦ ટકા, તથા અન્યના ૨૨ ટકા મળીને કુલ ૫૭.૮૮ ટકા મતદાન થયું છે
૬૯–પશ્ચિમ રાજકોટ વિધાનસભા વિસ્તારમાં ૫૭.૮૪ ટકા મતદાન
૬૯–રાજકોટ પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારમાં ૧૮૩૧૮૩ પુરૂષ મતદારો, ૧૭૮૧૦૨ મહિલા મતદારો તેમજ ૦૪ અન્ય મતદારો મળીને કુલ ૩૬૧૨૮૯ મતદારો નોંધાયેલા છે. જેમાંથી ૧૧૩૧૨૦ પુષ મતદારો, ૯૫૮૪૯ મહિલા મતદારો તથા અન્ય એક મળીને કુલ ૨૦૮૯૭૦ મતદારોએ મતદાન કયુ છે. આમ પુષોનું ૬૧.૭૫ ટકા, સ્ત્રીઓનું ૫૩.૮૨ ટકા તથા અન્યના ૨૫ ટકા મળીને કુલ ૫૭.૮૪ ટકા મતદાન થયું છે
૭૦–દક્ષિણ રાજકોટ વિધાનસભા વિસ્તારમાં ૫૭.૮૦ ટકા મતદાન
૭૦– રાજકોટ દક્ષિણ વિધાનસભા મત વિસ્તારમાં ૧૩૩૦૦૫ પુરૂષ મતદારો, ૧૨૫૬૩૯ મહિલા મતદારો તેમજ ૧૩ અન્ય મતદારો મળીને કુલ ૨૫૮૬૫૭ મતદારો નોંધાયેલા છે. જેમાંથી ૮૪૧૬૫ પુરૂષ મતદારો, ૬૫૩૪૬ મહિલા મતદારો તથા અન્ય બે મળીને કુલ ૧૪૯૫૧૩ મતદારોએ મતદાન કયુ છે. આમ પુરૂષોનું ૬૩.૨૮ ટકા, સ્ત્રીઓનું ૫.૦૧ ટકા તથા અન્યના ૧૫ ટકા મળીને કુલ ૫૭.૮૦ ટકા મતદાન થયું છે
૭૧–ગ્રામ્ય રાજકોટ વિધાનસભા વિસ્તારમાં ૫૮.૫૮ ટકા મતદાન
૭૧–રાજકોટ ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારમાં ૨૦૨૬૪૯ પુરૂષ મતદારો, ૧૮૩૦૨૪ મહિલા મતદારો તેમજ ૦૮ અન્ય મતદારો મળીને કુલ ૩૮૫૬૮૧ મતદારો નોંધાયેલા છે. જેમાંથી ૧૨૯૮૬૪ પુરૂષ મતદારો, ૯૬૦૬૮ મહિલા મતદારો મળીને કુલ ૨૨૫૯૩૨ મતદારોએ મતદાન કયુ છે. આમ પુષોનું ૬૪.૦૮ ટકા, સ્ત્રી ઓનું ૫૨.૪૯ ટકા મળીને કુલ ૫૮.૫૮ ટકા મતદાન થયું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech