અમદાવાદ: બાળકીને ફાડી ખાનાર 'રોકી' ડોગનું સારવાર દરમિયાન મોત, જીવલેણ રોગથી પીડાતો હતો

  • May 28, 2025 08:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદના હાથીજણ વિસ્તારમાં ચાર મહિનાની બાળકી પર હુમલો કરી મોત નીપજાવનાર 'રોકી' નામના પેટ ડોગનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. એક અઠવાડિયા પહેલા તેની તબિયત બગડતાં તેને થલતેજની વેટરિનરી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું, જ્યાં મોડી રાત્રે તેનું મોત થયું.


​​​​​​​બાળકી પરના હુમલા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના CNCD વિભાગ દ્વારા 'રોકી'નો કબજો લેવામાં આવ્યો હતો અને તેને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશનના CNCD વિભાગે જણાવ્યું હતું કે, 19 મેના રોજ 'રોકી'ને ટીક ફીવર થયું હતું. દાણીલીમડા ખાતેથી એમ્બ્યુલન્સ મારફતે તેને "Paws Universe Veterinary Hospital" બોડકદેવ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું.

પશુ માટેની આ મલ્ટી સ્પેશિયાલિટી વેટરિનરી હોસ્પિટલમાં ડોગના લોહીના નમૂના લઈ વિવિધ પરીક્ષણો કરવામાં આવ્યા હતા. જેમાં CBC, બાયોકેમેસ્ટ્રી અને બ્લડ પ્રોટોઝુઆના રોગોનું પરિક્ષણ કરાયું હતું. આ પરીક્ષણોમાં 'રોકી'ને બેબેસીયોસીસ (Babesiosis) નામનો જીવલેણ બ્લડ પ્રોટોઝુઆથી થતો રોગ હોવાનું સામે આવ્યું હતું, જે તેના મૃત્યુનું કારણ બન્યો.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application