કેન્દ્રના નિર્દેશ બાદ ગુજરાતમાં 'ઓપરેશન શીલ્ડ' મોકડ્રિલ સ્થગિત: નવી તારીખ ટૂંક સમયમાં જાહેર થશે

  • May 28, 2025 09:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેન્દ્ર સરકારના નિર્ણય બાદ ગુજરાત સરકારે પણ આવતીકાલે, 29 મે, 2025 ના રોજ યોજાનારી 'ઓપરેશન શીલ્ડ' સિવિલ ડિફેન્સ મોકડ્રિલને સ્થગિત કરી છે. વહીવટી કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે અને આ કવાયત માટેની નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે.

આ મોકડ્રિલનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં સંભવિત કટોકટી અથવા આપત્તિની પરિસ્થિતિમાં વહીવટી તંત્ર અને નાગરિક સંરક્ષણ દળોની સજ્જતા અને પ્રતિભાવ ક્ષમતાનું પરીક્ષણ કરવાનો હતો. જોકે, કેટલાક વહીવટી કારણોસર તેને હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે.

રાજ્ય સરકારના સંબંધિત વિભાગો દ્વારા આ અંગે તમામ સિવિલ ડિફેન્સ કંટ્રોલર્સ અને અન્ય હિતધારકોને જાણ કરવામાં આવી છે. રાજ્યભરમાં આ મોકડ્રિલની તૈયારીઓ ચાલી રહી હતી, પરંતુ હવે તેને આગામી સૂચના ન મળે ત્યાં સુધી રોકી દેવામાં આવી છે. નવી તારીખ અને અન્ય વિગતો સમયસર જાહેર કરવામાં આવશે તેમ સરકારી સૂત્રોએ જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application