ઉતર ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. સુરત જિલ્લાના ઉમરપાડામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧૨ ઈચ વરસાદ પડો છે. બીજી બાજુ રાયના મોટાભાગના વિસ્તારોમાં વરસાદના અભાવે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, સમગ્ર રાયમાં સૌથી ઐંચું તાપમાન ભાવનગરમાં ૩૪.૨ ડિગ્રી નોંધાયું છે.
સૌરાષ્ટ્ર્રના અન્ય શહેરોના મહત્તમ તાપમાનની વાત કરીએ તો રાજકોટમાં ૩૩.૫ ભુજમાં ૩૪.૧ અમરેલીમાં ૩૩.૪ જામનગરમાં ૩૨.૪ કંડલામાં ૩૩.૫ નલિયામાં ૩૨ સુરેન્દ્રનગરમાં ૩૨.૮ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.
ગુજરાતમાં ભચ નર્મદા અને નવસારી જિલ્લામાં પણ સરેરાશ ત્રણથી પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે. પરંતુ સૌરાષ્ટ્ર્રમાં અમરેલી કુકાવાવ વડીયા રાજુલા મહત્પવા ગારીયાધાર પાલીતાણા જેતપુર સહિતના વિસ્તારોમાં સામાન્ય ઝાપટાંથી એક ઈચ વરસાદ થયો છે. ૨૪ કલાક દરમિયાન રાયના ૧૧૪ તાલુકામાં વરસાદ થયો છે પરંતુ માત્ર ૨૭ તાલુકા એવા છે કે ત્યાં એક ઈંચ કે તેથી વધુ વરસાદ છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાતમાં સાયકલોનિક સકર્યુલેશન જોવા મળે છે અને દક્ષિણ ગુજરાત થી કેરળ સુધીની દરિયાઈ પટ્ટીમાં ઓફ શોર ટ્રફ પણ જોવા મળે છે. મધ્યપ્રદેશમાં વેલમાર્ક લો પ્રેસર છવાયુ છે અને તેના કારણે મધ્યપ્રદેશ સહિત આસપાસના અનેક રાયોમાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં પણ આગામી દિવસોમાં વરસાદની શકયતા જોવામાં આવે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફિલ્મ નિર્માતા અયાન મુખર્જીના કાકા રોનો મુખર્જીનું નિધન
May 28, 2025 08:41 PMઅમદાવાદ: બાળકીને ફાડી ખાનાર 'રોકી' ડોગનું સારવાર દરમિયાન મોત, જીવલેણ રોગથી પીડાતો હતો
May 28, 2025 08:30 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech