રાજ્યમાં આગામી દિવસોમાં હીટવેવને લઈને હવામાન વિભાગે આગાહી કરી હતી. ત્યારે આજે સૌથી વધુ ગરમી અમદાવાદ અને ડીસામાં નોંધાઈ છે. અમદાવાદમાં ગરમીનો પારો 43.6 ડિગ્રીએ પહોચ્યો છે. તેમજ ડીસામાં પણ ગરમીનો પારો 43.6 ડિગ્રીએ પહોચ્યો હતો. આ ઉપરાંત ગાંધીનગરમાં 43.5 ડિગ્રી ગરમી નોંધાઈ છે.
અમદાવાદ - 43.6 ડીગ્રી
દ્વારકા - 32.8 ડીગ્રી
વડોદરા - 42.2 ડીગ્રી
ભાવનગર - 41.1 ડીગ્રી
ભૂજ - 42.9 ડીગ્રી
છોટા ઉદેપુર - 41 ડીગ્રી.4
દાહોદ - 38.9 ડીગ્રી
ડીસા - 43.6 ડીગ્રી
ગાંધીનગર - 43.5 ડીગ્રી
જામનગર - 38.3 ડીગ્રી
નલિયા - 38.8 ડીગ્રી
પોરબંદર - 38.6 ડીગ્રી
રાજકોટ - 42.4 ડીગ્રી
સુરત - 40.4 ડીગ્રી
સુરેન્દ્રનગર - 42.3 ડીગ્રી
વલસાડ - 39.2 ડીગ્રી
વેરાવળ - 39.2 ડીગ્રી
રાજ્યમાં વરસાદને લઈ ફરી એકવાર હવામાન વિભાગની આગાહી સામે આવી છે. મહત્વનું છે કે હવામાન વિભાગે આગામી 24 કલાક રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાનની આગાહી પર નજર કરીએ તો આગામી 24 કલાકમાં અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, દાહોદમાં વરસાદ પડવાની આગાહી કરી છે. આ સાથે પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર અને કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર પશ્ચિમ રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે. મહત્વનું છે કે, 31 મે સુધીમાં કેરળમાં ચોમાસાનું વિધિવત્ રીતે આગમન થશે. આ સાથે ગુજરાતમાં ચોમાસાની ઋતુ 15 જૂનથી શરૂ થશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફિલ્મ નિર્માતા અયાન મુખર્જીના કાકા રોનો મુખર્જીનું નિધન
May 28, 2025 08:41 PMઅમદાવાદ: બાળકીને ફાડી ખાનાર 'રોકી' ડોગનું સારવાર દરમિયાન મોત, જીવલેણ રોગથી પીડાતો હતો
May 28, 2025 08:30 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech