હિઝબુલ્લાએ ઉત્તરી ઈઝરાયેલમાં મોટો હત્પમલો કર્યેા છે. સ્થાનિક અહેવાલ અનુસાર હિઝબુલ્લાહ દ્રારા ૧૦ રોકેટ છોડવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર, ઇઝરાયેલની એર ડિફેન્સ સિસ્ટમ ઘણા રોકેટને નષ્ટ્ર કરવામાં નિષ્ફળ રહી છે. જો કે, અત્યાર સુધી આ રોકેટ હત્પમલામાં કોઈ જાન–માલના નુકસાનના સમાચાર નથી.
અગાઉ રવિવારે, હિઝબુલ્લાએ ઉત્તરી ઇઝરાયેલના સફેદ શહેરની દક્ષિણ–પશ્ચિમમાં ઇઝરાયેલી બેઝ પર ઘણા ડ્રોન હત્પમલા કર્યા હતા.શનિવારે, ઇસ્લામિક પ્રતિકાર લડવૈયાઓએ મિચવેહ એલોન બેઝ પર આત્મઘાતી ડ્રોન વડે હવાઈ હત્પમલો કર્યેા, હિઝબુલ્લાહે એક નિવેદનમાં જણાવ્યું હતું. બેઝમાં સફેદ શહેરની દક્ષિણ પશ્ચિમમાં ઇઝરાયેલી ઉત્તરીય કોપ્ર્સ માટે દળો અને કટોકટી વેરહાઉસ છે, તેથી હિઝબોલ્લાહે અધિકારીઓ અને સૈનિકોની જગ્યાઓને નિશાન બનાવી અને તેમના પર સીધો હત્પમલો કર્યેા, જેમાં ઘણા લોકો ઘાયલ થયા.હિઝબુલ્લાહે જણાવ્યું હતું કે આ હત્પમલો દક્ષિણ લેબનીઝ શહેર સિડોનમાં શુક્રવારે હત્પમલામાં હમાસના એક અધિકારીની હત્યાના જવાબમાં કરવામાં આવ્યો હતો. ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર અગાઉ હમાસના અધિકારી સમર અલ–હજ સિડોન શહેરની પૂર્વમાં ઇઝરાયેલી ડ્રોન હત્પમલામાં માર્યા ગયા હતા. દરમિયાન, લેબનીઝ સૈન્ય સૂત્રોએ, નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ઇઝરાયેલના ડ્રોન અને યુદ્ધ વિમાનોએ દક્ષિણ લેબનોન સરહદી વિસ્તારના છ ગામો અને નગરો પર એક દિવસમાં ૧૦ હવાઈ હત્પમલા કર્યા, જેમાં ત્રણ નાગરિકો ઘાયલ થયા અને ૧૮ મકાનો નાશ પામ્યા.બેતના દક્ષિણી ઉપનગરોમાં દહિયાહ પર ઈઝરાયેલના હત્પમલા બાદ લેબનોનમાં આશંકાનું વાતાવરણ છે. આ હત્પમલામાં હિઝબુલ્લાહનો વરિ સૈન્ય કમાન્ડર ફૌઆદ શોકોર માર્યેા ગયો હતો. હિઝબુલ્લાના સેક્રેટરી જનરલ હસન નસરાલ્લાહે જવાબી કાર્યવાહી કરવાની ધમકી આપી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબેંગલુરૂમાં ભાગદોડ કેસમાં RCB વિરુદ્ધ FIR દાખલ, મોટો ખુલાસો- પરવાનગી વિના વિજય પરેડ યોજાઈ
June 05, 2025 06:37 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech