હવામાન વિભાગ દ્વારા આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ બપોર બાદ જુનાગઢ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી. બપોર પછી અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને 70 કિલોમીટરની ઝડપે વંટોળિયો પવન ફૂંકાતા ધૂળની ડમ ઊડી હતી. જેને લઈને વાહનચાલકોને મુશ્કેલી વધી હતી. બાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો.
ગિરનાર પર્વત પર સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો
ગિરનાર પર્વત પર સાડા ત્રણ ઇંચ, ભેસાણમાં બે ઈંચ, જૂનાગઢમાં દોઢ ઈંચ, વંથલી અને મેંદરડામાં અડધો ઈંચ વરસાદ પડતા રસ્તાઓ પાણી પાણી થઈ ગયો હતો. તેમજ ગિરનાર પર્વત પરથી પાણી પગથિયા મારફત આવતા વરસાદી પાણીનો ધોધ વછૂટ્યો હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા.
કેરી પકવતા ખેડૂતોને ભારે નુકસાન
શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા હતા. ભારે બફારા વચ્ચે ધોધમાર વરસાદ વરસતા ગરમીમાંથી લોકોને રાહત મળી હતી. જોકે ભારે વરસાદથી કેરી પકવતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. કારણ કે, ભારે પવનથી આંબાઓ પરથી કેરીઓ ખરી પડતા ઢગલા થઈ હતા.
દુકાનોમાં પાણી ઘૂસ્યા
જૂનાગઢમાં દોઢ ઇંચ વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે. શહેરના તળાવ દરવાજા વિસ્તારમાં પાણી ભરાતા દુકાનમાં પાણી ઘુસ્યા હતા. વાહનચાલકોને પણ મુશ્કેલી પડી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયા: દસ વર્ષ પૂર્વેના લાંચ-રીશ્વત કેસમાં આરોપીને ચાર વર્ષની સખત કેદ તથા દંડ
May 10, 2025 01:11 PMજામનગર બાયપાસ નજીક કાર અકસ્માતમાં એકનું મૃત્યુ
May 10, 2025 01:08 PMપથ્થરની વંડી ગોઠવતા ગડુ ગામના યુવાન પર હુમલો
May 10, 2025 01:05 PMજામનગર નજીક રમકડાના ડ્રોને પોલીસને ધંધે લગાડી
May 10, 2025 01:01 PMખંભાળીયા નગરપાલીકાના પુર્વ પ્રમુખના યુવાન પુત્રનો રિવોલ્વરથી ગોળી ધરબી આપઘાત
May 10, 2025 12:56 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech