દેશભરમાં મોસમનો અત્યારે મનસ્વી મિજાજ જોવા મળી રરહ્યો છે. ક્યાંક પુર તો વળી ક્યાંક હીટવેવ તો વળી ક્યાંક અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.રાજસ્થાનમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે અને કાશ્મીરમાં ગરમીનું મોજું ફરી વળ્યું છે જેના પગલે શાળાઓમાં 2 દિવસની રજા જાહેર કરવામાં આવી છે.તો બીજી તરફ હિમાચલમાં વાદળ ફાટ્યું હતું અને ભારે વરસાદે જનજીવન વેર વિખેર કરી નાખ્યું છે , જયારે શિમલામાં ભૂસ્ખલનના પગલે 80 રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે.
જ્યાં કાયમ આહ્લાદક મોસમ હોય છે તેવું કાશ્મીર ભીષણ ગરમીની ઝપેટમાં છે અને ખીણમાં ઘણા સ્થળોએ રવિવારે છેલ્લા 25 વર્ષમાં જુલાઈ મહિનામાં સૌથી વધુ તાપમાન નોંધાયું હતું.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવારે શ્રીનગર શહેરનું તાપમાન 36.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. 9 જુલાઈ, 1999 પછી જુલાઈનો આ સૌથી ગરમ દિવસ હતો. શ્રીનગરમાં જુલાઈનો સૌથી ગરમ દિવસ 10 જુલાઈ 1946ના રોજ નોંધાયો હતો, જ્યારે તાપમાનનો પારો 38.3 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યો હતો. દક્ષિણ કાશ્મીરના કાઝીગુંડ અને કોકરનાગ શહેરમાં પણ રવિવારે જુલાઈનો સૌથી ગરમ દિવસ નોંધાયો હતો.કાશ્મીરના વિભાગીય વહીવટીતંત્રે સતત ગરમીના મોજા વચ્ચે સરકારી અને ખાનગી શાળાઓને રવિવાર, 29 અને 30 જુલાઈના રોજ પ્રાથમિક સ્તર સુધીના વિદ્યાર્થીઓ માટે વર્ગો ન યોજવા આદેશ આપ્યો છે.
દેશના 15 રાજ્યમાં વરસાદનું એલર્ટ
હવામાન વિભાગે રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. કાશ્મીર ખીણ ભારે ગરમીની લપેટમાં છે.મોનસૂન 2024ના કારણે આજે પણ દેશના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે, હવામાન વિભાગે રાજસ્થાન સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. જો કે આ વખતે હવામાનનો મિજાજ થોડો બદલાયો હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે ચોમાસું રાજસ્થાનને ભીંજવી રહ્યું છે, જે ખૂબ ઓછા વરસાદ માટે જાણીતું છે, ત્યારે કાશ્મીરમાં ગરમીનું મોજું ચાલી રહ્યું છે, જે તેના ઠંડા હવામાન માટે પ્રખ્યાત છે. જેના કારણે કાશ્મીરના સ્થાનિક લોકો પરેશાન છે.
રાજસ્થાનમાં ભારે વરસાદની આગાહી
આ સાથે ચોમાસું આ દિવસોમાં રાજસ્થાન પર ખૂબ જ મહેરબાન છે. આજે પૂર્વ રાજસ્થાનમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદની પણ શક્યતા છે. આ સાથે 31 જુલાઈએ પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં અલગ-અલગ સ્થળોએ જ્યારે ઉત્તરાખંડમાં 31 જુલાઈ અને 1 ઓગસ્ટે ભારે વરસાદની સંભાવના છે.
દિલ્હીમાં પણ ભારે વરસાદની શક્યતા
ઉત્તરાખંડમાં 29મી જુલાઈથી 30મી જુલાઈ સુધી, હરિયાણા-ચંદીગઢ-દિલ્હીમાં 29મી જુલાઈથી 31મી જુલાઈ સુધી, પશ્ચિમ રાજસ્થાનમાં આજે 30મી જુલાઈ અને 1લી ઑગસ્ટે પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની શક્યતા છે. આ સાથે પૂર્વી ઉત્તર પ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં 30 જુલાઈથી 1 ઓગસ્ટ સુધી ભારે વરસાદ થઈ શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech