શહેરમાં એક દિવસના વિરામ બાદ ફરી કોરોનાનું આગમન થયું હતું.શહેરના રિંગ રોડ પર રહેતા ૯ વર્ષનો બાળક કોરોનાથી સંક્રમિત થયો હતો.વધુ એક દર્દી કોરોનાથી મુક્ત થયો હતો.શહેરમાં કોરોનાના ૮ એક્ટિવ કેસ, તમામ દર્દી ઘરે સારવાર હેઠળ છે.
ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. એક ૯ વર્ષીય બાળક પોઝિટિવ આવતાં આરોગ્ય વિભાગની દોડધામ વધી છે, બીજી તરફ શહેરમાં સતત વધી રહેલાં કોરોનાના કેસના કારણે લોકોમાં ફફડાટ ફેલાયો છે.
શહેરમાં એક દિવસના વિરામ બાદ સોમવારે સાંજે કોરોનાનો વધુ એક દર્દી નોંધાયો હતો.આ અંગે મહાપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીના જણાવ્યાનુંસાર, શહેરના રિંગરોડ પર રહેતા એક ૯ વર્ષના બાળકની તબીયત બગડતા તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને તેને કોરોનાના લક્ષણો હોવાથી રિપોર્ટ કરવામાં આવ્યો હતો. બાળદર્દીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો પરંતુ તેની તબીયત સારી હોવાથી હાલ ઘરે સારવાર હેઠળ હોવાનું જણાવ્યું હતું.
અત્રે એ નોંધનીય છે કે કોરોનાના ભાવનગર શહેરના ૧૦ કેસનો સમાવેશ થાય છે. જે પૈકી ૮ દર્દી હાલ ઘરે સારવાર હેઠળ છે, જયારે વધુ એક દર્દી કોરોનામુક્ત થતાં કોરોનામુક્ત દર્દીની સંખ્યા વધીને બે થઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવડીયા : પોલીસ સ્ટેશન ખાતે યોજાઈ શાંતિ સમિતિની બેઠક
June 05, 2025 10:37 AMધારી : પોલીસ સ્ટેશન ખાતે મળી શાંતિ સમિતિની બેઠક
June 05, 2025 10:34 AMઆપણું પોરબંદર ગ્રીન પોરબંદર અભિયાનના પ્રણેતાએ કરી વૃક્ષારોપણની અપીલ
June 05, 2025 10:32 AMવિસાવાડા ગામે તંત્રના સંકલનના અભાવે ખેડૂતો મુશ્કેલીમાં
June 05, 2025 10:30 AMસીમા પર બાંગ્લાદેશી ગુંડાઓએ કપટથી બીએસએફના જવાનનું અપહરણ કર્યું
June 05, 2025 10:24 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech