દેશભરમાં આકરી ગરમીનો કહેર જોવા મળી રહ્યો છે. ગરમી અને લૂથી લોકો ભારે પરેશાન છે. આ દરમિયાન IMDએ દિલ્હી, રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક ભાગો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ રાજ્યોના ઘણા જિલ્લાઓમાં દિવસનું મહત્તમ તાપમાન 47 ડિગ્રી સેલ્સિયસને પાર કરી શકે છે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે મંગળવારે ઉત્તર પશ્ચિમ ભારતના ઘણા ભાગો, રાજસ્થાનના ભાગો તેમજ ગુજરાત અને મધ્યપ્રદેશના અલગ-અલગ વિસ્તારોમાં તીવ્ર ગરમીની સ્થિતિ જોવા મળી હતી. આ ઉપરાંત રાજસ્થાનના કેટલાક ભાગોમાં રાત્રિના સમયે પણ ગરમી જોવા મળી હતી.
મંગળવારે સૌથી વધુ મહત્તમ તાપમાન હરિયાણાના સિરસામાં 47.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, ત્યારબાદ દિલ્હીના નજફગઢમાં 47.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
મંગળવારે ભારતમાં સૌથી વધુ તાપમાન ધરાવતા સ્થળો
• સિરસા (હરિયાણા): 47.8°C
• નજફગઢ (દિલ્હી): 47.4°C
• પિલાની (રાજસ્થાન): 47.2°C
• ભટિંડા એરપોર્ટ (પંજાબ): 46.6°C
• આગ્રા તાજ (ઉત્તર પ્રદેશ): 46.6°C
•રતલામ (મધ્યપ્રદેશ): 45.6°C
• સુરેન્દ્રનગર (ગુજરાત): 45.4°C
• અકોલા (મહારાષ્ટ્ર): 44.0°C
• દુર્ગ (છત્તીસગઢ): 43.6°C
• ઉના (હિમાચલ પ્રદેશ): 42.4°C
22 મેના રોજ હીટ વેવ એલર્ટ જાહેર
ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં હીટવેવથી ગંભીર હીટવેવની સ્થિતિ પ્રવર્તે તેવી શક્યતા છે, ઉત્તર મધ્યપ્રદેશ અને ગુજરાતમાં આગામી 5 દિવસમાં હીટવેવની સંભાવના છે.
આગામી પાંચ દિવસમાં મધ્ય ભારતના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી જેટલો ધીમે ધીમે વધારો થવાની સંભાવના છે. આગામી 24 કલાકમાં, ઉત્તરપશ્ચિમ ભારત અને મહારાષ્ટ્રમાં મહત્તમ તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફારની અપેક્ષા નથી, ત્યારબાદ ધીમે ધીમે 2-3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech