રૂ. 2.38 કરોડના હાઈબ્રિડ ગાંજા સાથે મુંબઈના દંપતીની ધરપકડ

  • May 31, 2025 05:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગાંધીનગરના ચિલોડા ખાતે બસમાં રૂ. 2.38 કરોડના ગાંજા સાથે મુંબઈના દંપતિની ધરપકડ કરવામાં આવી છે. આ હાઈ બ્રીડ ગાંજા મુદ્દે ગાંધીનગર ASP આયુષ જૈને પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી હતી.     

ચિલોડા પોલીસ સ્ટેશન દ્વારા અમદાવાદ હિંમતનગર હાઈ વે પર એક બસનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં લક્ઝરી બસમાં પાછળ બેઠેલ એક દંપતિની બેગમાંથી કિંમત રુપિયા 2.38 કરોડનો હાઈ બ્રીડ ગાંજો મળી આવ્યો હતો. આ કેસમાં મુંબઈના બે આરોપીઓ રાશિદ મહેમૂદ શેખ અને સબા રાશિદ શેખની ધરપકડ કરવામાં આવી છે. અને જાણવા મળ્યું છે કે આ હાઈ બ્રીડ ગાંજો બેંગ્લુરુમાં ડિલિવરી કરવાના હતા.

પોલીસ દ્વારા કરવામાં આવેલ પ્રાથમિક તપાસમાં આ માદક પદાર્થ હાઇબ્રીડ ગાંજો હોવાનું જણાયું હતું. હાઇબ્રીડ ગાંજોનું ફુલ વજન 7.910  કિલોગ્રામ કિ.રૂ. 2,37,30,000/- તથા બે મોબાઇલ ફોન કિ.રૂ.10,000/- તથા રોકડ રકમ રૂપીયા 430/- તથા ઇન્ડીગો ફલાઇટની બે ટીકીટ તથા બન્નેના આધારકાર્ડ મળી કુલ રુપિયા 2,37,40,430/- ની કિંમતના મુદામાલ સાથે બન્નેને પકડી પાડ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application