હાલ રાજકોટમાં માવતરના ઘરે રહેતી પરિણીતાએ ચોટીલાના વડાળીમાં રહેતા પતિ સહિતના સાસરિયાઓ સામે શારીરિક– માનસિક ત્રાસ આપ્યા અંગેની ફરિયાદ નોંધાવી છે.જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટમાં માર્કેટિંગ યાર્ડ પાછળ મનછાનગર શેરી નંબર ૯ માં દોઢ વર્ષથી માવતરના ઘરે રહેતી પૂજાબેન(ઉ.વ ૨૨) નામની પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ચોટીલાના વડાળી ગામે રહેતા પતિ સંજય ઉકાભાઇ માલકીયા, સાસુ હેમીબેન, સસરા ઉકાભાઇ અને દિયર વિજય અને નરેશના નામ આપ્યા છે. પરિણીતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણીના લ ગત તા. ૫ ૨૨૦૨૨ ના વડાળી ગામે રહેતા સંજય માલકિયા સાથે થયા હતા. લ બાદ પરિણીતા સંયુકત કુટુંબમાં રહેવા જતા એકાદ મહિનો સારી રીતે રાખ્યા બાદ પતિ તથા સાસુ–સસરા અને દિયર નાની–નાની બાબતોમાં ઝઘડાઓ કરી ત્રાસ આપવા લાગ્યા હતા. બંને દિયર અને સાસુ સસરા મેણાટોણા મારતા હતા કે, કરિયાવર લાવે તેવી વહત્પ જોઈતી હતી મારા દીકરાને બીજી બાયડી કરાવી આપવી છે તું જોઈતી નથી. તારા પિયરિયાએ તને કરિયાવરમાં કઈં આપ્યું નથી અને તું અમોને ભટકાડી દીધેલ છે તેમ કહી ત્રાસ આપતા હતા. પતિને કહેતા કે તું આને કાઢી મુક જેથી પતિ પણ ઝઘડાઓ કરી ગાળો આપી ત્રાસ આપતો હતો. પરંતુ ઘર સંસાર ચલાવવો હોવાથી પરિણીતા મૂંગા મોઢે સહન કરતી હતી.
લના દોઢેક માસ બાદ પતિ–પત્ની રાજકોટ ભાડાના મકાનમાં રહેવા આવી ગયા હતા એકાદ મહિનો અહીં રહ્યા હતા તે દરમિયાન પતિ તેને કોઈની સાથે વાત કરવા દેતો નહીં અને ઘરની બહાર નીકળવા દેતો નહીં તેમજ ખોટી શંકા કુશંકાઓ કરી ઝઘડા કરતો હતો આ દરમિયાન સાસરીયાઓએ ખેતીકામ માટે બંનેને પરત બોલાવી લેતા પરિણીતા ફરી પતિ સાથે વડાળી ગામ રહેવા ચાલી ગઈ હતી યાં ત્રણેક માસ રોકાઈ હતી તે દરમિયાન ફરી સાસરિયાઓએ ત્રાસ આપવા લાગ્યા હતા. દોઢ વર્ષ પૂર્વે પરિણીતાને મિસ કેરેટ થતાં તેમાં પણ સાસરિયાઓએ તેનો વાંક કાઢી ઝઘડાઓ કર્યા હતા જેથી ઝઘડાથી કંટાળી અંતે દોઢ વર્ષ પૂર્વે પરિણીતા અહીં માવતરના ઘરે રિસામણે આવી ગઈ હતી ત્યારબાદ સાસરીયાઓએ પરત લઈ જવાની કોઈ દરકાર લીધી ન હતી. દિયરના લ સમયે કંકોત્રી પણ આપી ન હતી. બાદમાં પરિણીતાએ પતિ સામે કોર્ટમાં ભરણપોષણનો કેસ કર્યેા હતો. બાદમાં તેણે આ મામલે મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ સહિતના સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભાવ. યુનિવર્સિટીની પી.જી.ની ૬૨૭૦ બેઠક પર ૨૨મી પછી પ્રવેશ પ્રક્રિયાની સંભાવના
May 21, 2025 03:37 PMસોનગઢ ગુરૂકુળ એનસીસી કેમ્પ ખાતે ટ્રાફિક અવરનેસ સેમિનાર યોજાયો
May 21, 2025 03:29 PMકરૂણા અભિયાન દરમ્યાન અબોલ જીવ બચાવવાની કામગીરીને કલેક્ટરએ બિરદાવી
May 21, 2025 03:26 PMભાજપના નેતાઓને સદબુદ્ધિ મળે તે માટે કોંગ્રેસે પ્રાર્થના કરી
May 21, 2025 03:22 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech