ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે HMPV વાયરસને લઈ એડવાઈઝરી બહાર પાડી છે. બાળકો અને વૃદ્ધોએ સૌથી વધારે સચેત રહેવાની જરૂર છે
ગુજરાત સરકારે ખાસ માર્ગદર્શિકા બહાર પાડી છે. જેમાં જરૂરી સૂચનો પણ આપ્યા છે, આરોગ્ય વિભાગના નિષ્ણાંતોનું કહેવું છે કે, HMPV અન્ય શ્વસન જેવો વાયરસ છે અને હાલમાં ગુજરાતમા તેનો એક પણ કેસ નોંધાયો છે, બાળકો અને વૃદ્ધોએ સૌથી વધારે સચેત રહેવાની જરૂર છે. સામાન્ય શરદી અને ફ્લૂ જેવા લક્ષણો આ વાયરસમાં જોવા મળે છે. સાથે સાથે આવશ્યક ન હોય તો આંખ-નાક-કાનનો સ્પર્શ ન કરવો જોઈએ તેમજ શરદી-ઉધરસ હોય તો જાહેર સ્થળોએ જવાનું ટાળવું જોઈએ. પ્રબળ રોગ પ્રતિરોધક શક્તિ માટે પૂરતી ઊંઘ લેવી જોઈએ તેમજ વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક ખાવો જોઈએ અને ચેપગ્રસ્ત વ્યક્તિની ચીજવસ્તુઓના સંપર્કમાં આવવું ના જોઈએ તેવી સલાહ આપવામાં આવી છે.
HMPV વાયરસના લક્ષણો શું છે?
હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV) નામનો આ વાયરસ એક એવો વાયરસ છે જેના લક્ષણો સામાન્ય શરદીના લક્ષણો જેવા જ હોય છે. સામાન્ય કિસ્સાઓમાં, તે ઉધરસ અથવા વહેતું નાક અથવા ગળામાં દુખાવાનું કારણ બને છે. HMPV ચેપ નાના બાળકો અને વૃદ્ધોમાં ગંભીર હોઈ શકે છે. નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં આ વાયરસ ગંભીર બીમારીનું કારણ બની શકે છે. આ વાયરસથી સંક્રમિત દર્દીઓમાં શ્વાસ લેવામાં તકલીફ અને ફ્લૂ જેવા લક્ષણો જોવા મળે છે. દિલ્હીના મેડિકલ ઓફિસરોએ પણ વાયરસ સંબંધિત પડકારોનો સામનો કરવા માટે એડવાઈઝરી જાહેર કરી છે.
ચીનનો HMPV વાયરસ ભારત સુધી પહોંચી ગયો છે. વિશ્વને હચમચાવી દેનાર કોવિડ-19 રોગચાળા બાદ ચીનમાં HMPV નામના વાયરસે દસ્તક આપી છે. હવે ભારતમાં તેનો પહેલો કેસ સામે આવ્યો છે. બેંગલુરુની એક હોસ્પિટલમાં આઠ મહિનાની બાળકીમાં HMPV વાયરસ મળી આવ્યો છે. આરોગ્ય વિભાગનું કહેવું છે કે અમે અમારી લેબમાં તેનું પરીક્ષણ કર્યું નથી. ખાનગી હોસ્પિટલમાં આ કેસનો રિપોર્ટ આવ્યો છે. ખાનગી હોસ્પિટલના આ રિપોર્ટ પર શંકા કરવાનું કોઈ કારણ જણાતું નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech