સ્ટેટ મોનિટરિંગ સેલે વર્ષ ૨૦૨૩થી અત્યારસુધીમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ કુલ ૯૭૮ ગુનાઓ, જુગાર ધારા હેઠળ કુલ ૨૩૦ ગુનાઓ તેમજ ખનિજ ચોરી, કેમિકલ ચોરી જેવા ૫૦ ગુનાઓ દાખલ કરી કડક કાર્યવાહી કરી છે. બોટાદ જિલ્લામાં દારૂ વેચનાર ઉપર દરોડા પાડવા બાબતે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો ગૃહ રાજ્યમંત્રી વતી મંત્રી જગદીશ વિશ્વકર્માએ જવાબ આપતા કહ્યું હતું કે, ગુજરાત પોલીસ કોઈપણ ગુનેગારને કે તેની સાથે સંપર્કમાં રહી મદદ કરનાર શખ્સોને છોડશે નહીં. તા.૩૧/૦૧/૨૦૨૫ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં બોટાદ જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ત્રણ દરોડા પાડી રૂ .૫૮.૬૬ લાખનો મુદ્દામાલ પકડવામાં આવ્યો. જે અનુસંધાને જવાબદાર અધિકારીઓ સામે નિયમોનુસાર ખાતાકીય પગલા લેવામાં આવ્યા છે.
સ્ટેટ મોનિટરિંગ સેલે કરેલી કામગીરી અંગે પૂછાયેલા પૂરક પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રીએ ઉમેર્યું કે, સ્ટેટ મોનિટરિંગ સેલે રાજ્યના પોલીસ વડાના નિયંત્રણ હેઠળનો અને સીધા જ સુપરવિઝન હેઠળ કામ કરતો રાજ્ય સરકારનો સ્વાયત સેલ છે. SMC દ્વારા વર્ષ ૨૦૨૩ થી અત્યાર સુધીમાં પ્રોહીબીશન ધારા હેઠળ કુલ ૯૭૮ ગુનાઓ દાખલ કરી રૂ.૧૦૪.૬૧ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તેવી જ રીતે જુગાર ધારા હેઠળ કુલ ૨૩૦ ગુનાઓ દાખલ કરી રૂ.૭.૬૯ કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. તો બીજી તરફ ગેસ ચોરી, ખનિજ ચોરી, ખાતર ચોરી, કેમિકલ ચોરી, સળીયા ચોરી જેવા વિવિધ ૫૦ ગુનાઓ દાખલ કરી રૂ.૧૩૯.૫૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એટલું જ નહીં, ૧૧૫ નાસતા-ફરતા આરોપીઓને પણ પકડી પાડ્યા છે.
સ્ટેટ મોનીટરીંગ સેલને પોલીસ સ્ટેશન આપવા પાછળના કારણો અંગે પૂછાયેલા પૂરક પ્રશ્નો જવાબ આપતા મંત્રીશ્રીએ કહ્યું કે, અમુક ગુનાઓ એવા હોય છે કે જેનો વ્યાપ એક કરતા વધારે જીલ્લાનો કે સમગ્ર રાજ્યનો હોય છે. આવા ગુનાની તપાસ માટે રાજ્ય સ્તરના પોલીસ સ્ટેશનની જરૂરીયાત પડે છે. ઉપરાંત નાર્કોટીક્સ સહિતના કેટલાક કેસોમાં ગુપ્તતા રહે તે પણ જરૂરી છે. તેથી મુખ્યમંત્રીશ્રીની સૂચનાથી તા.૩૧/૦૧/૨૦૨૫ના રોજ સમગ્ર રાજ્યના કાર્યક્ષેત્રને આવરી લેતા સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસ સ્ટેશનને કાર્યરત કરવામાં આવ્યું છે.
જે દિવસે આ પોલીસ સ્ટેશન કાર્યરત થયુ તે જ દિવસે ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર તથા અમદાવાદ જિલ્લાઓમાં સંગઠીત ગુના આચરતી ટોળકીના કુલ-૧૦ ગેંગના સભ્યો વિરૂધ્ધ ગુજસીટોકનો ગુનો દાખલ કરી, દાખલો બેસાડતી કાર્યવાહી કરવામાં આવી છે. તે ઉપરાંત તાજેતરમાં જ બે નાઈજીરીયન નાગરીકને પ્રતિબંધિત ડ્રગ્સ(કોકેઈન) ૧૪૯.૫૧૦ ગ્રામ, કિં.રૂ.૧,૪૯,૫૧,૦૦૦/- સાથે પકડી પાડી, (NDPS) એક્ટ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech