જુલાઈ મહિનામાં ગુજરાતના રાજ્ય કર વિભાગને જીએસટી, વેટ, વિદ્યુત શુલ્ક તથા વ્યવસાય વેરાથી કુલ 9726 કરોડ રૂપિયાની આવક થઈ છે. જીએસટી હેઠળ રાજ્યને રૂપિયા 5838 કરોડની આવક થવા પામી છે.
વિગતવાર વાત કરીએ તો રાજ્ય કર વિભાગને જીએસટી, વેટ, વિદ્યુત શુલ્ક તથા વ્યવસાય વેરાથી કુલ 9726 કરોડ રૂપિયાની આવક, જીએસટી હેઠળ રાજ્યને રૂપિયા 5838 કરોડની આવક થઈ છે. જ્યારે વેટ હેઠળ રૂપિયા 2974 કરોડની આવક નોંધાઈ છે. વિદ્યુત શુલ્ક હેઠળ રૂપિયા 892 કરોડ તો વ્યવસાય વેરાની રૂપિયા 21 કરોડની આવક થવા પામી છે.
ગયા વર્ષ કરતા આ વર્ષે 3868 કરોડનો થયો વધારો
ગયા વર્ષના જુલાઈ 2023 કરતા આ વર્ષના જુલાઈની આવકમાં રૂપિયા 3868 કરોડનો વધારો થયો છે. નાણાંકીય વર્ષના પ્રથમ ચાર માસમાં ગુજરાત રાજ્યની કરની આવક રૂપિયા 39,350 કરોડ થઈ છે.
વર્ષ 2023-24 નું વર્ષ રાજ્ય કર વિભાગ માટે ખૂબ સારૂ
વર્ષ 2023-24 નું વર્ષ રાજ્ય કર વિભાગ માટે ખૂબ સારૂ રહ્યું છે. GST, VAT અને ઈલેક્ટ્રીસીટી ચાર્જિસની આવકના કારણે રાજ્ય સરકારની તિજોરી ભરાઈ ગઈ છે. GST, VAT અને ઈલેક્ટ્રીસીટી ચાર્જિસની રાજ્ય સરકારને વિક્રમી આવક થઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech