લોકસભા સામાન્ય ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન કરવા મતદારોને પ્રોત્સાહિત કરવા રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનેક પ્રકારના મતદાન મથકો બનાવવામાં આવ્યા હતા. જેમાં જિલ્લાના ૬૮- વિધાનસભા રાજકોટ પૂર્વ વિધાનસભા મત વિસ્તારમાં ઈકોફ્રેન્ડલી ગ્રીન મતદાન મથક બનાવવામાં આવ્યું હતું. આ મથકોને નારીયેળી, પાંદડા, રોપા, ફૂલ અને ઓર્ગેનિક વસ્તુઓનો ઉપયોગ કરીને સજાવાયા હતા. તથા વોટર સેલ્ફી ઝોન અને ગ્રીન મતદાર સહાયતા કેન્દ્રો પણ બનાવાયા હતા. આ આદર્શ મતદાન મથકમાં ટેબલ, ખુરશી, મતકુટિરને રોપાથી શણગારવામાં આવ્યા હતા.
ઈકો ફ્રેન્ડલી (ગ્રીન બુથ) મતદાન મથક કે જ્યાં પ્લાસ્ટીકનો સ્હેજ પણ ઉપયોગ કરવામાં આવ્યો નહોતો. આ ગ્રીન બૂથ ખાતે તંત્ર દ્વારા મતદાતાઓને તુલસી અને અન્ય ફૂલના રોપા ભેટ કરવામાં આવ્યા હતા તેમજ આ બૂથોને ફૂલોથી શણગારીને લોકોને આકર્ષિત કરાયા હતા. બુથ ખાતે દિવ્યાંગો માટે રેમ્પ,વ્હીલચેરની સુવિધા તેમજ એન.સી.સી સ્વયંસેવકોની સહાયતા તથા પીવાના ઠંડા પાણીની તથા શૌચાલયની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. મતદાતાઓને બુથ ખાતે રાહ જોવા વિશેષ બેઠક વ્યવસ્થાનું પણ નિર્માણ કરવામાં આવ્યું હતું.
આ તકે મોરબી રોડની ૧૮ વર્ષીય રહેવાસી શ્રી સંજના વિનોદભાઈ ગોહિલે પ્રથમ વખત મતદાન કરતાં પોતાના અનુભવને વહેંચતા કહ્યું હતું કે, "અગાઉ હું મારા પિતા મતદાન કરવા આવતા ત્યારે તેમની સાથે આવતી તો તે સામાન્ય શાળામાં મતદાન કરી અને નીકળી જતા, પરંતુ આજે જ્યારે હું આ બુથ ઉપર આવી છું ત્યારે અહીંયા આ ફૂલ-ઝાડ વચ્ચે જાણે હું બગીચામાં મતદાન કરતી હોય તેવી મને લાગણી થઈ રહી છે. અહીં કરવામાં આવેલો આ હરિયાળો શણગાર ખૂબ આકર્ષક છે. સંજનાબહેને ઉમેર્યું હતું કે, તેઓ હવેથી દરેક ચૂંટણીમાં મતદાન કરશે જ અને દરેક વ્યક્તિએ અવશ્ય મતદાન કરવું જ જોઈએ તેવો મત એમણે દર્શાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL 2025: ગુજરાતે કલકત્તાને 39 રને હરાવ્યું, શુભમન ગિલ રહ્યો મેચનો હીરો
April 21, 2025 11:38 PMરાજકોટમાં SOGનો સપાટો: શાસ્ત્રીમેદાનમાંથી ગાંજાના મોટા જથ્થા સાથે બે આરોપી ઝડપાયા
April 21, 2025 09:18 PMસુરતમાં નકલી હેડ એન્ડ સોલ્ડર શેમ્પૂનું કૌભાંડ ઝડપાયું, 16 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, 3ની ધરપકડ
April 21, 2025 08:37 PMગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત: રાજકોટ 42 ડિગ્રી સાથે સૌથી ગરમ, સાત શહેરોમાં 40ને પાર
April 21, 2025 08:34 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech