ઉધોગનગરમાં બાઇક-બુલેટમાં આવેલા શખ્સોનું કારસ્તાન : પાઇપ, ધોકા માયર્િ : છ સામે ફરીયાદ
જામનગરના ઉધોગનગર એસોસીએશન રોડ પર બાઇકમાં જઇ રહેલા દાદા-પૌત્ર પર હથીયારોથી હુમલો કરી, જ્ઞાતી પ્રત્યે હડધુત કયર્નિી છ શખ્સ સામે પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે.
જામનગરના શંકરટેકરી, શાસ્ત્રીનગરમાં રહેતા મજુરીકામ કરતા પિયુષ રમેશભાઇ ખરા (ઉ.વ.20) તેના દાદા સાથે મામલતદાર ઓફીસની ચુંટણીના જામીન આપી તા. 26-3-24ના રોજ મોટરસાયકલ નં. જીજે10બીકયુ-1299માં બેસીને પોતાના ઘરે જતા હતા ત્યારે બાઇક દાદા પુનાભાઇ નાજાભાઇ ખરા ચલાવતા હતા અને ઉધોગનગર એસોસીએશનવાળા રોડ પર પહોચતા આરોપી બ્રિજરાજસિંહ બુલેટ બાઇક પર આવી પાછળ બે ધોકા સાથે અજાણ્યા શખ્સને બેસાડેલ હતો.
દરમ્યાનમાં ફરીયાદીના મોટરસાયકલને ઠોકર મારી નીચે પછાડી દઇ તેની સાથેના આરોપીઓએ એકટીવા પર પાઇપ લઇ તેમજ બીજા એક હોન્ડા સાઇન મોટરસાયકલમાં પાછળ બેઠેલ ઇસમ પાઇપ અને લાકડી સાથે ફરીયાદી તથા સાહેદને ધોકા, પાઇપ વડે માર મારી ફરીયાદીને બંને હાથ અને પગમાં ફ્રેકચર જેવી ઇજા પહોચાડી હતી, પડખામાં માર માર્યો હતો તથા સાહેદ દાદાને પગ અને હાથમાં મુંઢ ઇજા કરી હતી.
ઉપરાંત જ્ઞાતી પ્રત્યે હડધુત કરી હથીયારબંધી અને જાહેરનામાનો ભંગ કર્યો હતો, આ અંગે પિયુષભાઇ ખરા દ્વારા ગઇકાલે સીટી-સી ડીવીઝનમાં શંકરટેકરીમાં રહેતા બ્રિજરાજસિંહ જેઠવા તથા પાંચ અજાણ્યા ઇસમો વિરુઘ્ધ જુદી જુદી કલમો મુજબ ફરીયાદ નોંધાવી હતી. જેના આધારે ડીવાયએસપી દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech