ભારતીય બજારોમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ભારતના મલ્ટી કોમોડિટી એકસચેન્જ ખુલ્યાની ૧૫ મિનિટની અંદર સોનાના ભાવમાં ૯૦૦ પિયાનો ઘટાડો થયો હતો, યારે ચાંદીના ભાવમાં ૧૨૦૦ પિયાનો ઘટાડો થયો હતો. નિષ્ણાતોના મતે ડોલર ઇન્ડેકસની મજબૂતીને કારણે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.
ડિસેમ્બરના પ્રથમ ટ્રેડિંગ દિવસે મલ્ટી કોમોડિટી એકસચેન્જમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સોનું બજાર ખુલ્યાની ૧૫ મિનિટમાં જ ૯૦૦ પિયાનો ઘટાડો નોંધાયો હતો. અહેવાલો અનુસાર, ટ્રેડિંગ સેશન દરમિયાન સોનાની કિંમત ૭૬,૨૦૧ પિયા પ્રતિ દસ ગ્રામના દિવસના સૌથી નીચા સ્તરે પહોંચી ગઈ છે. યારે શુક્રવારે સોનાની કિંમત ૭૭,૧૨૮ પિયા હતી.
બીજી તરફ ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. મલ્ટી કોમોડિટી એકસચેન્જ પર ચાંદીની કિંમત ૧૦ મિનિટની અંદર ૧૧૭૫ પિયા ઘટીને ૯૦,૦૩૪ પિયા પ્રતિ કિલોના સ્તરે પહોંચી ગઈ છે. શુક્રવારે બજાર બધં થયું ત્યારે ચાંદીની કિંમત ૯૧,૨૦૯ પિયા હતી. યારે આજે તે .૯૦,૫૫૫ પર બધં રહ્યો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech