ગીર સોમના જીલ્લાના સુત્રાપાડા, ગીર ગઢડા તેમજ ગોંડલમાં લૂંટેરી દુલ્હન ગેંગ વિરૂદ્ધ ગુના નોંધાયા છે. લગ્નવાંચ્છુક યુવકોને શિકાર બનાવી લાખોની રકમ આ ગેંગ પડાવતી હતી ત્યારે આ ગેંગના મુખ્ય સૂત્રધારને પોલીસે ઝડપી લીધેલ છે. ગીર સોમના એલસીબીએ લૂંટેરી દુલ્હન ગેંગના મુખ્ય સૂત્રધાર રાજકોટના રિયાઝ ઉર્ફ વિક્રમ ઉર્ફે સોયબ મિર્ઝાને વેરાવળ ખાતેી દબોચી લઈ જેલ હવાલે કરેલ છે. લૂંટેરી દુલ્હન ગેંગ વિરુદ્ધ ગીર સોમના જીલ્લામાં સુત્રાપાડા અને ગીર ગઢડામાં ગુના નોંધાયા છે. આ ઉપરાંત રાજકોટ જીલ્લાના ગોંડલ તાલુકામાં પણ આ લૂંટેરી દુલ્હન ગેંગ વિરુદ્ધ ગુનો નોંધાયાનું જાણવા મળેલ છે. લગ્નવાંચ્છુક યુવકો સો છેતરપિંડી કરી અને પૈસા પડાવતી આ ગેંગના ચાર આરોપીઓને અગાઉ તા.૦૯/૦૩/૨૦૨૪ ના રોજ પકડી પાડેલ હતા તેમજ એક આરોપીને પકડવાનો બાકી હોય જે અનુસંધાને એલ.સી.બી.ના ઇન્ચાજ પો.ઇન્સ. એ.બી.જાડેજા ના માર્ગદર્શન મુજબ પો.સબ ઇન્સ. એ.બી.વોરા, એ.એસ.આઇ. નરવણસિંહ ગોહિલ, અજીતસિંહ પરમાર, ગોવિંદભાઇ વંશ, પો.હેડ કોન્સ. નટુભા બસીયા, કનુભાઇ ચુડાસમા સહીતનાને મળેલ બાતમીના આધારે રિયાઝ ઉર્ફે સોયેબ ઉર્ફે વિક્રમ કરીમભાઇ મિર્ઝા પઠાણ ઉ.વ.૨૯, રહે.રાજકોટ, હુડકો, કનૈયા ચોક ને વેરાવળ ખાતેી ઝડપી લીધેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનેશનલ હેરાલ્ડ કૌભાંડ: EDની તપાસ શરૂ થયા બાદ પણ મની લોન્ડરિંગ, જાહેરાતના નામે ભેગા કરાયા પૈસા
April 16, 2025 10:32 PMરાજકોટમાં કાળઝાળ ગરમી: 43.4 ડિગ્રી તાપમાનથી લોકો ત્રાહિમામ
April 16, 2025 07:52 PMઅમેરિકાએ ચીન પર 100% ટેરિફ વધાર્યો, કુલ ટેરિફ થયો 245%, ચીને કહ્યું ટેરિફ વોરથી નથી ડરતા
April 16, 2025 07:40 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech