ઈરાન પર પાકિસ્તાનના વળતા હત્પમલાથી માત્ર બે ઈસ્લામિક દેશો વચ્ચે તણાવ વધ્યો છે તેવું નથી, પરંતુ પશ્ચિમ એશિયાના અસ્થિર ક્ષેત્રમાં પણ ચિંતા વધી છે, યાં પહેલેથી જ ગાઝા પટ્ટીમાં હમાસ અને યમનના હત્પથી બળવાખોરો સામે ઈઝરાયેલનું યુદ્ધ ચાલી રહ્યું છે. લાલ સમુદ્રમાં વ્યાપારી જહાજોને નિશાન બનાવવાનું સંકટ છે. ત્યારે પાકિસ્તાની વાયુસેનાએ ઈરાનમાં ઘૂસીને હવાઈ હત્પમલા કર્યા હતા. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે તેની વાયુસેનાએ ઈરાનના સિસ્તાન પ્રાંતમાં આતંકવાદી સ્થાનો પર હવાઈ હત્પમલા કર્યા. આ સ્થાનો બલૂચ બળવાખોરોના હતા, જેઓ પાકિસ્તાનમાં વોન્ટેડ હતા.
પાકિસ્તાને આ હત્પમલામાં ઘણા આતંકવાદીઓને માર્યા હોવાનો દાવો કર્યેા હતો, પરંતુ ઈરાને ત્રણ મહિલાઓ અને ચાર બાળકો સહિત નવ લોકોના મોતની પુષ્ટ્રિ કરતા કહ્યું હતું કે તેમાંથી કોઈ પણ ઈરાની મૂળના નથી. વધુમાં ઈરાને જણાવ્યું કે બે દિવસ પહેલા ઈરાને પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં આતંકી સંગઠન જૈશ–અલ–અદલના બે ગુ સ્થાનો પર હત્પમલો કર્યેા હતો. આ અંગે પાકિસ્તાને જવાબી કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી. પાકિસ્તાન સાથે ઈરાન સરહદે આવેલા સરવાન શહેરના શમસર ગામમાં સવારે ૪:૦૫ કલાકે અનેક વિસ્ફોટો સાંભળવામાં આવ્યા હતા. આ વિસ્ફોટો મિસાઈલ અને ડ્રોન હત્પમલાના હતા. પાકિસ્તાનના જણાવ્યા અનુસાર આ કાર્યવાહી ગુ માહિતીના આધારે કરવામાં આવી છે.
તો બીજી તરફ આ હત્પમલાને પગલે ભારત સહતિ અન્ય દેશોએ પણ જુદી જુદી પ્રતિક્રિયા આપી બે દિવસ પહેલા પાકિસ્તાનમાં ઈરાનના હત્પમલા પર ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવકતા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, આ ઈરાન અને પાકિસ્તાન વચ્ચેનો પરસ્પરનો મામલો છે. આતંકવાદને લઈને અમારી નીતિ ઝીરો ટોલરન્સની છે. અમાં માનવું છે કે સ્વરક્ષણમાં દેશો આવા પગલાં લઈ શકે છે. જયારે અમેરિકાએ ઈરાનની કાર્યવાહીને પાકિસ્તાનની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવીને શાંતિપૂર્ણ ઉકેલની આશા વ્યકત કરી હતી, તો ચીને અપીલ કરી હતી કે બંને દેશોએ સંયમ અપનાવવો જોઈએ અને આંતરરાષ્ટ્ર્રીય નિયમોનું પાલન કરવું જોઈએ. આ ઓપરેશનને 'માર્ગ બાર સરમાચાર' (ગેરિલા લડવૈયાઓને નાબૂદ કરવા) નામ આપવામાં આવ્યું હતું. ઈરાનમાં રહેતા પાકિસ્તાની મૂળના આતંકવાદીઓ પોતાને 'સરમાચાર' (ગેરિલા લડવૈયા) કહે છે. તેમના બે સંગઠનો બલૂચિસ્તાન લિબરેશન ફ્રન્ટ અને બલૂચિસ્તાન લિબરેશન આર્મી છે. પાકિસ્તાનના જોઈન્ટ સ્ટાફ હેડકવાર્ટરથી હવાઈ હત્પમલાનો આદેશ આપવામાં આવ્યો હતો. મહત્વનું છે કે ઈરાન અને પાકિસ્તાન એક સમયે સારા મિર્ત્રેા હતા ૧૪ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ પાકિસ્તાનની રચના પછી ઈરાન તેને માન્યતા આપનારો પ્રથમ દેશ હતો. ૧૯૬૫મ ભારત વિદ્ધના યુદ્ધમાં પાકિસ્તાનની ઈરાને ઘણી મદદ કરી હતી પણ પાકિસ્તાન યુદ્ધ હારી ગયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચિંતા ન કરતા....આ વર્ષે ભારતમાં ચોમાસું ટનાટન રહેશે, અલ નીનોની અસર નહીં થાય
April 12, 2025 10:29 AMIGI Airport: દિલ્હીમાં ખરાબ હવામાનની ભારે અસર, 42 ફ્લાઇટ્સ કરાઈ ડાયવર્ટ
April 11, 2025 09:58 PMCash Deposit Rules: તમારા બેંક ખાતામાં કેટલી રાખી શકાય છે રોકડ, શું કહે છે RBIનો નિયમ?
April 11, 2025 09:11 PMતારીખ પે તારીખ નહીં, તહવ્વુર રાણાને જલ્દી સજા મળશે, નવા કાયદા પ્રમાણે ચાલશે કેસ
April 11, 2025 09:08 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech