ભારતના બીજા સૌથી ધનિક વ્યકિત અને વિશ્વના ૧૪મા સૌથી ધનિક વ્યકિત ગૌતમ અદાણીને નાણાકીય વર્ષ ૨૦૨૩–૨૪માં કુલ ૯.૨૬ કરોડ પિયાનો પગાર મળ્યો છે. જો કે અદાણી ગ્રુપની ૧૦ કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ છે, પરંતુ ગૌતમ અદાણીને માત્ર ૨ કંપનીઓમાંથી જ પગાર મળ્યો છે. તેને આ પગાર કંપનીના પ્રમોટર, ચેરમેનશિપ અને અન્ય ઘણી મોટી જવાબદારીઓ નિભાવવા માટે મળે છે.
અદાણી ગ્રૂપની ૧૦ લિસ્ટેડ કંપનીઓએ શેરબજારને આપેલી માહિતી. તેમની તપાસમાં ખુલાસો થયો છે કે ગૌતમ અદાણીએ માત્ર બે કંપનીઓ અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ અને અદાણી પોટર્સ અને સેઝ પાસેથી પગાર મેળવ્યો છે.અદાણી ગ્રૂપ પોર્ટથી લઈને ગ્રીન એનર્જી સેકટર સુધીની દરેક બાબતમાં કામ કરે છે. તેમને ગ્રૂપની લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસ તરફથી ૨૦૨૩–૨૪માં ૨.૧૯ કરોડ પિયાનો પગાર મળ્યો છે. તેમને અન્ય લાભો અને ભથ્થાં તરીકે ૨૭ લાખ પિયા મળ્યા છે. આ રીતે આ કંપનીમાંથી તેમનો કુલ પગાર ૨.૪૬ કરોડ પિયા થયો છે. એઈએલના વાર્ષિક અહેવાલ મુજબ, ગૌતમ અદાણીનું વેતન મૂલ્યાંકન ૩% રહ્યું છે. આ સિવાય ગૌતમ અદાણીને ગ્રુપની બીજી સૌથી મોટી કંપની અદાણી પોટર્સ એન્ડ સેઝ લિમિટેડ (એપીસેઝ) પાસેથી . ૬.૮ કરોડનો પગાર મળ્યો છે.
ગૌતમ અદાણીનો પગાર દેશના ઘણા મોટા બિઝનેસ ટાયકૂન્સ કરતા ઓછો છે. દેશના સૌથી ધનાઢ વ્યકિત અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કોવિડ–૧૯ પછી કંપનીમાંથી પગાર લેવાનું બધં કરી દીધું છે. તે પહેલા તેનો વાર્ષિક પગાર ૧૫ કરોડ પિયા હતો. જયારે ગૌતમ અદાણીનો પગાર ટેલિકોમ કંપની એરટેલના માલિક સુનીલ ભારતી મિત્તલના ૨૦૨૨–૨૩ના ૧૬.૭ કરોડ પિયાના પગાર કરતાં ઘણો ઓછો છે. ગૌતમ અદાણી કરતાં વધુ પગાર મેળવનારાઓમાં બજાજ ઓટોના વડા રાજીવ બજાજ (. ૫૩.૭ કરોડ) અને હીરો મોટર્સના પવન મુંજાલ (. ૮૦ કરોડ) ઓછા છે.
બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેકસ અનુસાર ગૌતમ અદાણીની કુલ સંપત્તિ ૧૦૬ બિલિયન ડોલર (લગભગ ૮.૮૫ લાખ કરોડ પિયા) છે. તેમની અને મુકેશ અંબાણી વચ્ચે એશિયાના સૌથી અમીર વ્યકિત બનવા માટે ઘણી વાર સ્પર્ધા રહે છે. હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ બહાર આવે તે પહેલા તેણે સંપત્તિના મામલે મુકેશ અંબાણીને બે વખત પાછળ છોડી દીધા હતા. તે વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યકિત પણ બની ગયા.
હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ બાદ તેમની ગ્રૂપ કંપનીઓના શેરની કિંમતમાં ૧૫૦ બિલિયન ડોલરનો ઘટાડો થયો હતો, પરંતુ હવે તે સ્વસ્થ થઈને દેશના બીજા સૌથી ધનિક વ્યકિત બની ગયા છે. મુકેશ અંબાણી ૧૧૧ અબજ ડોલરની સંપત્તિ સાથે ૧૨મા સ્થાને છે. યારે ગૌતમ અદાણી આ યાદીમાં ૧૪મા સ્થાને છે.ગૌતમ અદાણીએ અદાણી એન્ટરપ્રાઈઝ પાસેથી કોઈ કમિશન લીધું નથી, પરંતુ તેમને અદાણી પોર્ટમાંથી કમિશન તરીકે .૫ કરોડ મળ્યા છે. તેમના પુત્ર કરણ અદાણીએ અદાણી પોર્ટમાંથી . ૩.૯ કરોડની કમાણી કરી છે. ગૌતમ અદાણીના ભાઈ, ભત્રીજા અને પુત્ર એક કંપનીમાંથી એકથી વધુ પગાર લેતા નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં પટેલ પાર્ક ચોકડી નજીક બેકાબુ બનેલી કાર ડિવાઈડર પર ચડી જતાં અફડાતફડી
April 05, 2025 12:09 PMહાલારમાં રામનવમીની ભકિતભાવપુર્ણ ઉજવણી: તડામાર તૈયારી
April 05, 2025 12:02 PMદ્વારકામાં ભગવાન કૃષ્ણ-રુક્મિણીના લગ્નોત્સવની તૈયારીઓ
April 05, 2025 11:54 AMજામનગરમાં વધુ એક શખ્સ પાસા હેઠળ જેલમાં ધકેલાયો
April 05, 2025 11:49 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech