મોરબી નજીક ગેસ ટેન્કરમાંથી ગેરકાયદે ગેસ કટિંગ કરવાનું કોભાંડ ઝડપાયું છે ટેન્કર ચાલક સાથે મેળાપીપણું કરી અન્ય બે ઇસમોએ માણસની જિંદગી જોખમમાં મુકાય તેવું કૃત્ય કરી ગેસ ટેન્કરમાંથી પ્રોપેન ગેસ કાઢતા હોવાની બાતમીને આધારે પોલીસે સ્થળ પર રેડ કરી 26.57 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે રેડ દરમિયાન આરોપીઓ નાસી જતા પોલીસે વધુ તપાસ ચલાવી છે
મોરબી તાલુકા પોલીસમાં ફરજ બજાવતા વનરાજભાઈ ચાવડાએ આરોપીઓ ગેસ ટેન્કર એનએ 01 એલ 5465 ના ચાલક, સેતાનકુમાર સુર્જનરામ બાંગડવા અને માધવ મીની ઓઈલ મિલના કબ્જા ભોગવટો ધરાવનાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમીયાન ગાળા ગામની સીમમાં આવેલ સુખસાગર હોટેલના કમ્પાઉન્ડમાં ગેસ ટેન્કરમાંથી પાઈપ વાટે શંકાસ્પદ રીતે ચોરી કરતા હોવાની બાતમી મળતા ટીમે સ્થળ પર રેડ કરી હતી જ્યાં સ્થળ પરથી ટેન્કર એનએલ 01 એલ 5464 મળી આવ્યું હતું જે ટેન્કર પાછળના ભાગે વાલ્વ બોક્સમાં 3 વાલ્વ આવેલ હોય જેમાં એક વાલ્વમાં એક કાળી નીપલવાળી પાઈપ લગાવેલ જોવા મળી હતી જેના વડે ચોરી કરવામાં આવતી હતી
ટેન્કર વાલ્વ ખુલ્લ ો હોય અને પાઈપ મારફતે બે ગેસના સીલીન્ડરમાં ગેસ ભરાવવાની પ્રક્રિયા ચાલુ હોય જેથી પાઈપ્ના વાલ્વ બંધ કરી ટેન્કર સાથે પાઈપ બંને તરફથી છોડાવી જીલ્લ ા પુરવઠા અધિકારીને જાણ કરવામાં આવી હતી અને સ્થળ પરથી અલગ અલગ કંપ્નીના નાના મોટા ગેસ સીલીન્ડર જોવા મળ્યા હતા જેમાં 11 મોટા સીલીન્ડર ભરેલા અને નાના સીલીન્ડર નંગ 09 મળી આવ્યા હતા ખાલી 27 સીલીન્ડર, તેમજ ખાલી સીલીન્ડર સહીત કુ 50 નંગ સીલીન્ડર કીમત રૂ 1 લાખ મળી આવતા કબજે લીધા હતા
પોલીસે સ્થળ પરથી લોખંડ નીપલ, પાઈપ, વજન કાંટો મોટરસાયકલ જીજે 39 એન 9915 કીમત રૂ 20 હજાર અને ગેસ ટેન્કર પ્રોપેન ગેસ સહીત મળીને કુલ રૂ 26,57,357 ની કિમતનો મુદામાલ જપ્ત કર્યો છે તાલુકા પોલીસે આરોપીઓ વિરુદ્ધ બી.એન.એસ. કલમ 316 (3), 317 (2), 110,287, 288, 125, 54 મુજબ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech