સેન્ટરલ બોર્ડ ઓફ ઈંડાયરેકટ ટેકસીસ અને કસ્ટમ્સ દ્રારા તારીખ ૧૬ ઓગસ્ટથી બે મહિના માટે સમગ્ર દેશમાં બોગસ વેપારી તથા બોગસ બિલિંગ કરતાં વેપારીઓ વિદ્ધ કાર્યવાહી કરવા ખાસ ઝુંબેશ શ કરવામાં આવશે. આ ઝુંબેશમાં સમગ્ર દેશમાં બોગસ–હયાત ના હોય તેવા વેપારી તથા બોગસ બિલિંગ કરી સરકારને ચૂનો લગાડતા વેપારીઓને પકડી તેમના વિદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
સેન્ટરલ અને સ્ટેટ જી.એસ.ટી. (કેન્દ્ર તથા રાય જી.એસ.ટી) વિભાગ આ બાબતે તાલ થી તાલ મિલાવી કામ કરે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. સેંટરલ અને સ્ટેટ જી.એસ.ટી. માં આ અંગે ખાસ ઝોન બનાવવામાં આવશે. આ પ્રત્યેક ઝોનમાં નોડલ ઓફિસર ની નિમણૂંક કરવામાં આવશે. આ નોડલ અધિકારી પોતાના ઝોનમાં આ ખાસ કામગીરી બાબતે માહિતીની આપલે તથા કામગીરી ઉપર નજર પણ રાખશે. આ વ્યવસ્થા અંતર્ગત બન્ને એજન્સી પાસે રહેલી આર્ટિફીશીયલ ઈંટેલિજન્સ પ્રોગ્રામ વડે બોગસ વેપારીઓની ઓળખ કરવામાં આવશે. આ ઉપરાંત ઇ–વે બિલની વિગતો, વેપારીની અગાઉની સંડોવણી, અધિકારીના પાછલા અનુભવ આધારિત પણ કામગીરી હાથ ધરવામાં આવશે. કોઈ વેપારી બોગસ વેપારી છે તેવી માહિતી મળતા જે તે અધિકારી દ્રારા તે વેપારીની સમયસર ચકાસણી કરવાની રહેશે. આ ચકાસણી દરમ્યાન આ વેપારી હયાત ના જણાય કે બોગસ જણાય તો તુરતં જ અધિકારી દ્રારા આ વેપારીનો નોંધણી દાખલો રદ્દ કરવાની કાર્યવાહી કરવાની રહેશે. આવા વેપારીની ઈન્પુટ ટેકસ ક્રેડિટ બ્લોક કરવાની કાર્યવાહી પણ જર જણાય ત્યાં અધિકારી દ્રારા કરવાની રહેશે. આવા વેપારી પાસેથી ખરીદી કરનાર વેપારી ઉપર પણ અધિકારી દ્રારા કાર્યવાહી કરવાની રહેશે. જો ખરીદનાર વેપારીનો ધંધો અન્ય અધિકારીના ક્ષેત્રાધિકાર હેઠળ પડતો હોય તો આ અધિકારીને તપાસ કર્તા અધિકારી દ્રારા ખરીદનાર વેપારીની વિગતો મોકલવાની રહેશે અને આ માહિતી મળતા ખરીદનાર વેપારી ઉપર ક્ષેત્રાધિકાર ધરાવતા અધિકારી દ્રારા સમયસર ખરીદનાર ઉપર કાર્યવાહી કરવાની રહેશે. સમગ્ર પ્રકરણમાં બોગસ બિલિંગના માસ્ટર માઇન્ડ ને પકડવા પણ અધિકારીઓ દ્રારા જહેમત ઉઠાવવાની રહેશે.
જાણીતા એડવોકેટ લલિત ગણાત્રા જણાવે છે કે, આ ઝુંબેશથી પ્રમાણિક વેપારીઓએ ડરવાની કોઈ જર નથી. આ ઝુંબેશનો મુખ્ય હેતુ બોગસ વેપારીઓને પકડવાનો તથા તેની ઉપર કાર્યવાહી કરવાનો છે. હા પ્રમાણિક વેપારીઓએ પોતાના ધંધાના સ્થળના સરનામા પોતાના જી.એસ.ટી. નોંધણી દાખલામાં યોગ્ય છે કે નહીં તે ચકાસી લેવું આવશ્યક છે. આ ઉપરાંત પોતાના ધંધાના બોર્ડ વ્યવસ્થિત રીતે ધંધાનું નામ, માલિકનું નામ ધરાવે છે તે સુનિશ્ચિત કરી લેવું જોઈએ. આ પ્રકારની ઝુંબેશ પ્રમાણિક વેપારીઓ માટે ખાસ કોઈ મુશ્કેલી નહીં કરે તેવું હત્પં માનું છું.
ટેકસ એડવોકેટ ભવ્ય પોપટ એ જણાવ્યું હતું કે,૧૬ ઓગસ્ટથી શ થતી આ ઝુંબેશમાં બોગસ વેપારીઓ વિદ્ધ કાર્યવાહી થાય તે જરી છે પરંતુ પ્રમાણિક વેપારીઓ ઉપર આ ઝુંબેશની અસરના પડે તે રીતે કેન્દ્ર તથા રાય જી.એસ.ટી. ના અધિકારીઓ કામ કરે તેવી આશા સેવાઇ રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજીરાગઢની નદીમાં ચાર યુવાનો ડુબ્યા: બે ના મોત: બે નો બચાવ
April 05, 2025 12:55 PMજામનગરમાંથી ૫૦૦ કિલો ઘાસનો વધુ જથ્થો જપ્ત
April 05, 2025 12:45 PMબેટ-દ્વારકા પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ
April 05, 2025 12:41 PMકાલે રામનવમી: દ્વારકાધીશ મંદિરે વિશેષ આયોજન
April 05, 2025 12:38 PMવડાળા પાટીયા પાસે ઓટો રીક્ષા પલ્ટી ખાતા આઠને ઇજા
April 05, 2025 12:36 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech