બ્રુનેઈની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સુલતાન હાજી હસનલ બોલ્કિયા સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. PMએ કહ્યું કે, રાજદ્વારી સંબંધોના 40 વર્ષની ઉજવણી કરી રહેલા બંને દેશો વચ્ચેની મિત્રતા મહાન સાંસ્કૃતિક પરંપરાઓ પર આધારિત છે. આ દરમિયાન પીએમએ ઈશારામાં ચીનને ફટકાર લગાવી હતી.
એક્ટ ઈસ્ટ પોલિસીમાં બ્રુનેઈ મહત્વપૂર્ણ ભાગીદાર
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, બ્રુનેઈ ભારતની એક્ટ ઈસ્ટ પોલિસી અને ઈન્ડો-પેસિફિક વિઝનમાં એક મહત્વપૂર્ણ ભાગીદાર છે, જે આપણા માટે ઉજ્જવળ ભવિષ્યની ગેરંટી છે. અમે એકબીજાની લાગણીઓને માન આપીએ છીએ. હું દૃઢપણે માનું છું કે મારી મુલાકાત અને અમારી ચર્ચાઓ આવનારા સમય માટે અમારા સંબંધોને વ્યૂહાત્મક દિશા પ્રદાન કરશે.
ચીનને કડક સંદેશ
PMએ ઈશારામાં ચીનને કડક સંદેશ આપ્યો. મોદીએ કહ્યું કે, ભારત વિકાસની નીતિનું સમર્થન કરે છે, વિસ્તરણવાદનું નહીં, જો કે, તેમણે કોઈ દેશનું નામ લીધું ન હતું. જણાવી દઈએ કે, બ્રુનેઈ દક્ષિણ ચીન સાગરના દક્ષિણમાં સ્થિત છે, જેના પર લગભગ સંપૂર્ણ રીતે બેઈજિંગ દાવો કરે છે.
મોદીએ એમ પણ કહ્યું હતું કે, ભારત સમુદ્રના કાયદા પર યુએન કન્વેન્શન જેવા આંતરરાષ્ટ્રીય કાયદાઓ હેઠળ નેવિગેશન અને ઓવરફ્લાઇટની સ્વતંત્રતાને સમર્થન આપે છે, જે વૈશ્વિક દરિયાઇ નેવિગેશન માટે માળખું પૂરું પાડે છે અને દરિયાઇ સંસાધનોના ઉપયોગને નિયંત્રિત કરે છે.
PM એ ઉષ્માભર્યા સ્વાગત બદલ વ્યક્ત કર્યો આભાર
PM મોદીએ કહ્યું કે, તમારા ઉષ્માભર્યા સ્વાગત અને આતિથ્ય માટે હું તમારો અને સમગ્ર શાહી પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. 140 કરોડ ભારતીયો વતી હું તમને અને બ્રુનેઈના લોકોને તમારી આઝાદીની 40મી વર્ષગાંઠ પર શુભેચ્છા પાઠવું છું.
સંરક્ષણ, વેપાર અને રોકાણ પર ચર્ચા
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, વડા પ્રધાન મોદી અને બ્રુનેઈના સુલતાન હાજી હસનલ બોલ્કિયાએ ફળદાયી ચર્ચા કરી હતી અને બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોને ભાગીદારીમાં રૂપાંતરિત કરવાનું સ્વાગત કર્યું હતું. બંને નેતાઓએ સંરક્ષણ, વેપાર અને રોકાણ, ઉર્જા, અવકાશ તકનીક, આરોગ્ય અને ફાર્માસ્યુટિકલ્સ, ક્ષમતા નિર્માણ, સંસ્કૃતિ અને લોકો વચ્ચેના સંબંધો સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધોની ફરી CSKના કેપ્ટન બન્યા, ગાયકવાડ ઈજાના કારણે IPLમાંથી બહાર
April 10, 2025 08:57 PMસફેદ દાઢી-વાળ, બ્રાઉન જમ્પસૂટ... ભારતમાં આવ્યા બાદ તહવ્વુર રાણાની પ્રથમ તસવીર આવી સામે
April 10, 2025 08:45 PMજામનગરના નાની ખાવડીના ગ્રામજનો દ્વારા અનંત અંબાણીના જન્મદિવસની ઉજવણી
April 10, 2025 07:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech